સાઇબેરિયાના સંશોધકોને તાજેતરમાં એક લાંબા વાળવાળા 40 હજાર વર્ષ જૂના ગેંડાના અવશેષો મળ્યા છે. સાઇબેરિયાના પર્માફ્રોસ્ટ વિસ્તારમાં આ અવશેષો આટલા વર્ષોથી બરફમાં પકડાઈ ગયા હતા. જો કે, કેટલાક સમયથી સાઈબેરીયાના પર્માફોસ્ટ વિસ્તારમાં પણ ગ્લોબલ વોર્મીંગની અસર સાથે બરફ પીગળવા માંડ્યો હતો. જેને કારણે ગેંડાનું શરીર બહાર આવી ગયું હતુ. આ ઘટના બાદ ગેંડાના મૃત શરીરને લઈને સંશોધકો સંશોધનમાં જોતરાયા છે. સાઇબેરિયાના યાકૂતિયા વિસ્તારમાં બનેલી ઘટનામાં સ્થાનિક લોકોએ સૌપ્રથમ સાઇન્ટિસ્ટોને જાણકારી આપી હતી. જે બાદ સંશોધકો દુનિયાના સૌથી ઠંડા રહેતા વિસ્તાર યાકૂતિયાના એબીસ્કી જિલ્લાની તાર્કિટયાખ નદી પાસે પહોંચ્યા હતા. આ સમયે તોએ કીચડમાં દબાયેલું અને ભૂરા રંગના વાળવાળું પ્રાણી જોયું હતુ.
પ્રાણીના શરીરનું બહાર નીકળવું પહેલા તો સામાન્ય ઘટના લાગતી હતી. પરંતુ તે વિશે વધુ જાણવા પ્રયાસ થયો હતો તે શરીર ગેંડાનું હોવાના તથ્યો મળ્યા હતા. સંશોધકો કહે છે કે, બરફ પીગળવાથી જ આ ગેંડાનું શરીર છુટુ થયું છે. આ ગેંડો 40 હજાર વર્ષ પહેલાં વાતાવરણમાં અત્યંત નીચા તાપમાનને કારણે પાણી બરફ થયું હશે ત્યાંરે તેની સાથે બરફમાં જ જકડાઈ ગયો હતો. તેના લાંબા વાળવાળાનો રંગ ભૂરો છે. આશ્ચર્યની વાત તો એ હતી કે, તેના શરીરના કેટલાક ભાગ અને વાળ અત્યારે પણ સુરક્ષિત છે. મીડિયામાં પ્રસિદ્ધ અહેવાલોમાં સંશોધકોએ કહ્યું હતુ કે, લાંબા વાળવાળા ગેંડાની પ્રજાતિ માત્ર યુરોપ અને સાઇબેરિયાં જ જોવા મળતી હતી. એ સમયે એ ચીન અને દક્ષિણ કોરિયામાં પણ તે દેખાતા હતા. તેના અવશેષ એ દેશોમાંથી પણ મળી આવ્યા છે.
તે સમયે આ ગેંડા પર કોઈ માઉન્ટેન સિંહે હુમલો કર્યો હશે. તેનાથી બચવાં માટેની દોડધામ સમયે તે કીચડમાં આવીને ફસાઈ ગયો હશે. જે બાદ નદીના પાણી સાથે વહીને તે યાકુતિયા વિસ્તાર સુધી સુધી આવ્યો હશે. સાઇબેરિયામાંથી મળેલા આ ગેંડાની લંબાઈ 8 ફૂટ અને ઊંચાઈ લગભગ 4.5 ફૂટ છે, જે હાલના ગેંડાથી લગભગ 7-9 ઇંચ નાની છે. તેના શરીરની સ્થિતિ તપાસાય તો તેનું મોત થયું હશે, ત્યારે તેની ઉંમર 3-4 વર્ષ હશે. લાંબા વાળવાળા ગેંડાના વાળ, ચામડી, ફર, દાંત, હાડકાં અને શિંગડા બધુ જ સુરક્ષિત છે. હવે સાયન્ટિસ્ટો તેના શરીરની તપાસ કરીને તેના મોતનું કારણ જાણશે. અત્યાર સુધી લાંબા વાળવાળા ગેંડાના લિંગ વિશે અવઢવ છે. આ લાંબા વાળવાળા ગેંડાની પ્રજાતિ યુરોપના આઈસ એજ પહેલાં જોવા મળતી હતી. યુરોપીય આઈસ એજ 14 હજાર વર્ષ પહેલાંની ઘટના છે. માઉન્ટેન લાયનની પ્રજાતિ હવે રહી નથી. સંશોધકોના તારણ પ્રમાણે આ ગેંડો 25 હજાર વર્ષથી 40 હજાર વર્ષ પહેલા આ પ્રકારે ફસાયો હશે.