જમ્મુ -કાશ્મીરમાં અલગતાવાદીઓ અને આતંકવાદીઓ દ્વારા 26 વર્ષ પહેલા નુકસાન પામેલું ખૂબ જ પ્રાચીન અને ઐતિહાસિક શીતલનાથ મંદિર આજે પ્રથમ વખત ખોલવામાં આવ્યું હતું. આ પછી ભગવાન શિવનો અભિષેક કરવામાં આવ્યા. કેન્દ્રશાસિત પ્રદેશની બે દિવસીય મુલાકાતે આવેલા કેન્દ્રીય રાજ્ય મંત્રી પ્રહલાદ સિંહ પટેલે મંગળવારે 700 થી વધુ વર્ષો જૂના આ મંદિરમાં વિશે પુછપરછ કરી હતી.અને 26 વર્ષથી ક્ષતિગ્રસ્ત મંદિરને ખુલ્લું કરાવવાની વિનંતી કરી હતી.

ભગવાન શિવને સમર્પિત આ મંદિરને વહીવટીતંત્ર દ્વારા સાફ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પટેલ અહીં આવ્યા હતા અને ભગવાનના દર્શન કર્યા હતા અને શિવલિંગનો અભિષેક કર્યો હતો. 1995 માં ચરારે શરીફ મંદિરમાં આગ લાગ્યા બાદ કાશ્મીરી અલગતાવાદીઓ અને આતંકવાદીઓએ કાશ્મીર ખીણમાં સેંકડો મંદિરો પર હુમલો કર્યો અને તેમને નષ્ટ કરી દીધા. આ દરમિયાન ઘણા બળી ગયા હતા. શીતલનાથ મંદિર તે મંદિરોમાંનું એક છે. જમ્મુ-કાશ્મીરના હજારો વર્ષોના ઇતિહાસને દર્શાવવાના હેતુથી 1148-49માં કલ્હાના દ્વારા રચિત રાજતરંગિનીમાં શીતલનાથ મંદિરનો ઉલ્લેખ છે.