ગુજરાતમાં કોરોના સામેનો જંગ સરકાર અને નાગરિકો બંને લડી રહ્યા છે. ત્યારે નવી એક ગુલિયન બારી સિન્ડ્રોમ નામની બિમારીએ માથું ઉંચકતા પ્રજામાં ફફડાટ ફેલાયો છે. અમદાવાદમાં આ બિમારીના લક્ષણો ધરાવતા 10 દર્દી મળી આવતા દોડધામ મચી ગઈ છે.
હાલ ગુજરાત અને મુંબઈમાં ગુલિયન બારી સિન્ડ્રોમના કેસ નોંધાયા છે. અમદાવાદ સિવિલમાં ગુલિયન બારીના 10 કેસ મળ્યા બાદ સરકારે તે અંગે પૃષ્ટિ કરી હતી. જેમાં અમદાવાદ ઉપરાંત રાજકોટમાં પણ એક કેસ દખાયો હતો.
કોરોના મટી ગયા બાદ ગુલિયન બારી સિન્ડ્રોમ રોગ કેટલાક લોકોને ચપેટમાં લેવા સક્રિય થયો હોવાનું જણાય છે. આ બીમારીનો સારવાર ખર્ચ ખુબ જ ઉંચો આવે છે. જેમાં તેના એક ઇન્જેક્શનની અંદાજીત કિંમત 70 હજાર રૂપિયા સુધીની હોય છે. જો કે, ખાનગી હોસ્પિટલમાં આની સારવારનું બિલ લાખો રૂપિયામા આવતું હોય છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિના મુલ્યે તેની સારવાર આપવામાં આવી રહી છે. આમ તો આ રોગ જૂનો છે. પરંતુ કોરોનામાં સાજા થયેલા દર્દીઓ હવે તેનો ભોગ બની રહ્યા છે. તેના મુખ્ય લક્ષણોમાં જે દર્દીને આ રોગ થાય છે તેના હાથ-પગે લકવો મારી જાય છે. ગુલિયન બારી સિન્ડ્રોમ પોસ્ટ કોવીડ બાદ વકર્યો છે.