10 દિવસ પહેલા શેરબજારમાં તેજીના માહોલ બાદ ગત અઠવાડિયાથી તેના પોઈન્ટમાં ગીરાવટ જોવા મળી રહી છે. ગુરુ તથા શુક્રવાર અને સોમવાર બાદ બુધવારે ફરી માર્કેટ ખુલ્યું હતુ. જો કે, તેનાથી રોકાણકારો નિરાશ થયા હતા. કારણ કે શેરબજારમાં ફરી કડાકો દેખાયો હતો બુધવારે માર્કેટ ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 380.11 પોઇન્ટ એટલે 0.79% ટકાનો ઘટાડો નોંધાયો હતો. જેને પગલે સેન્સેકસે 47,967.48 પરથી બજારની શરૃઆત કરી હતી. બીજી તરફ નિફ્ટીમાં 113.80 પોઇન્ટ એટલે 0.80% ટકાનો કડાકો બોલાયો હતો. તે સાથે 14,125.10 વેપાર કરી રહી છે. આરંભિક કારોબારમાં ડિવીસ લેબ, એચસીએલ ટેક, ટેક મહિન્દ્ર્રા, અદાણી પોર્ટ્સ અને કોટક મહિન્દ્ર બેન્કના શેરની કિંમતમાં થોડો ઉછાળો નોંધાયો હતો. જયારે લાલ નિશાન સાથે જે કંપનીના શેર ખુલ્યા હતા તેમાં ગ્રાસીમ, બીપીસીએલ, ઇન્ડસઇન્ડ બેન્ક, હીરો મોટકોકર્પ અને સન ફર્માનો સમાવેશ થતો હતો. સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં મેટલ અને ફાર્મા, બેંકો, ફાઇનાન્સ સેવાના શેરબજારમાં લે વેચની શરૂઆત તેના કિંમતમાં વધારા સાથે થઇ હતી. આ ઉપરાંત પીએસયુ બેંક, એફએમસીજી, મીડિયા અને રિયલ્ટી ઓટો, ખાનગી બેંક, આઇટી, લાલ નિશાન સાથે ખુલ્યા હતા. જેને કારણે તેમાં રોકાણકારોને નુકસાન થયું હતુ. ભારતના શેરબજારે 10 દિવસ પહેલાં 50 હજારની ઐતિહાસિક સપાટી શર કરી હતી. જે બાદ બે ત્રણ દિવસમાં જ સેન્સેક્સ તે સપાટીની નીચે જવા માંડયો છે.