ઈંગ્લેન્ડમાં રહેનારી 19 વર્ષીય વિદ્યાર્થિનીનું નસીબ થોડું ખરાબ નીકળ્યું અને તેની જિંદગી પહેલા જેવી જ રહી ગઈ. એક નાનકડી ભૂલને કારણે તેને નુકસાન સહન કરવુ પડ્યું છે. રેચલના બોયફ્રેન્ડ લિયામે ટ્વીટ પર આ ઘટનાની જાણકારી શેર કરી છે. દુનિયામાં આજે પણ લોટરી ખરીદનારા અને ઈનામ જીતનારા લોકોને ભાગ્યશાળી મનાય છે. આ વિદ્યાર્થિનીએ 182 મિલિયન પાઉન્ડ એટલે કે 1800 કરોડના જેકપોટ જીતી લીધો હતો, પરંતુ આ વિદ્યાર્થિની તેને લેવા માટે નસીબદાર ન હતી. બ્રાઇટન યુનિવર્સિટીમાં અંડર ગ્રેજ્યુએટનો અભ્યાસ કરી રહેલી રેચલ કેનેડી દર અઠવાડિયે એક જ નંબર્સ પર પસંદ કરીને નાણાથી રમતી હતી. ચાલુ સપ્તાહમાં જ તેના આ પસંદગીના નંબર ઉપર જેકપોટ લાગ્યો હતો. આથી તેને તે અંગેની જાણ થઈ હતી. હાર્ટફોર્ડશાયરમાં રહેનારી આ રેચલ કેનેડીના કહ્યા પ્રમાણે તેને જ્યારે આ અંગેની જાણ થઈ કે, તરત જ તેણી ખુશીમાં ઝમી ઉઠી હતી. જો કે, તેની આ ખુશી બહું લાંબો સમય ટકી નહતી. કારણ કે, રેચલે આ જ વખતે તે નંબરની ટિકિટ જ ખરીદી ન હોતી.
રેચલે કહ્યું હતું કે, તે પોતાની યુનિવર્સિટીના કામને લઈને ચાલુ સપ્તાહમાં ખૂબ જ વ્યસ્ત રહી હતી. જેને કારણે વિકલી લોટરી ટિકિટ ખરીદવાનો સમય તે કાઢી શકી ન હતી. રેચલે લેન્ડ બાઇબલ સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, મને લાગે છે કે દુનિયામાં કોઈ પણ ઘટના ઘટે છે તો તેની પાછળ કોઈને કોઈ કારણ હોય છે.
હું આશા રાખું છું કે આ લોટરી જેણે પણ જીતી હશે. તેને આ પૈસાઓની સખત જરૂર હશે. જોકે આ ખૂબ નિરાશ કરનારી ઘટના છે. હું આ ઘટનાને જલદી જ ભૂલી જવા પ્રયત્ન કરીશ.
રેચલના બોયફ્રેન્ડ લિયામે ટ્વીટર પર આ ઘટના વિશે લખ્યું હતું કે, તેની ગર્લફ્રેન્ડ દર અઠવાડિયે એક જ નંબર પર નાણા મુકી નસીબ અજમાવતી હતી. પરંતુ આ વખતે તેનું નસીબ ખરાબ હશે કે કેમ તેણી યુરો મિલિયન રમી ન હતી. લિયામે આ ટ્વીટ શેર કરેલા એક ફોટોમાં રેચલની જૂની લોટરીની ટિકિટ હતી.
જેમાં તેણીએ ગયા અઠવાડિયે પણ તે જ નંબરથી લોટરી ખરીદી હતી અને આ લોટરી પર પણ એજ નંબર્સ છપાયા હતા. જે નંબર ચાલુ સપ્તાહમાં જેકપોટ માટે લકી સાબિત થયો હતો. ફ્રાઈડે યુરોમિલિયન્સ જેકપોટને સ્વિટઝરલેન્ડનો એક શખ્સ મેળવવામાં સફળ રહ્યો હતો.
એક જ નંબરની લોટરી લેતી વિદ્યાર્થીની આ વખતે 1800 કરોડનો જેકપોટ મેળવતા રહી ગઈ