અસુરોના ગુરૂ શુક્રએ મંગળવારથી બપોરથી વૃષભમાં પ્રવેશ કરી દીધો છે. વૃષભ રાશિમાં બુધ અને રાહુ પહેલાથી જ બીરાજમાન હોય, હવે એક સાથે ૩ ગ્રહ ત્યાં રોકાશે. શુક્ર ગ્રહના વૃષભમાં પ્રવેશ કરવાથી ત્રણ ગ્રહો એક સાથે થતાં ત્રિગ્રહી યોગનું નિર્માણ થયું છે. આ યોગ દેશ અને દેશની પ્રજા માટે સારા પરિણામો લાવી શકે છે. આ સમયગાળો વૃષભ રાશિવાળાના જાતકો માટે ફાયદાકારક રહેશે તેમ જયોતિષાચાર્યો કહી રહ્યા છે. તેઓના મતે વૃષભ રાશીને રાહુનો પ્રભાવ અને શુભ્રતા આવશે. ત્રિગ્રહી યોગના નિર્માણની સ્થિતિને કેટલાક જયોતિષશાસ્ત્ર સાથે સંકળાયેલા લોકો પણ શુભ માની રહ્યા છે. કદાચિત દેશમાં કોરોના મહામારીની અસર ઓછી થવાની શકયતા પણ તેઓએ દર્શાવી છે. કોરોના કાબૂમાં આવવા સાથે જ દેશમાં આર્થિક સ્થિતિ સુધરી જવાની આશા પણ છે. મંગળવાર બાદ હવે બુધ અને શુક્ર અલગ થઇ ગયા છે. તેથી દેશની સ્થિતિ ફરી પહેલા જેવી થઇ જશે. મેષ રાશિના જાતકો માટે ત્રિગ્રહી યોગ આર્થિક રીતે ફાયદો કરાવશે. આ સમયમાં આ રાશિના જાતકોને આકસ્મિક પૈસા મળવાના યોગ મળશે અને આપેલા પૈસા પાછા મળે તેવી આશા રાખી શકાશે. જયોતિષોના મતે ત્રિગ્રહી યોગ તમામ રાશિઓના જાતકોને અસરકર્તા રહેશે. જ્યોતિષીઓનું વિશ્લેષણ દર્શાવે છે કે, વૃષભ રાશિના જાતકો માટે ત્રિગ્રહી યોગ શુભ પ્રભાવોના સંકેતો છે. આ યોગ અને સમયગાળામાં લોકોને મોટાભાગના કાર્યોમાં સફળતા મળશે. તમારી યોજનાઓને ગુપ્ત રાખવાથી કાર્યમાં સફળતાની શકયતા વધી છે. વધુમાં આ સમયે વિદ્યાર્થીઓ માટે સમય વધુ અનુકૂળ રહેશે.