રેલવેની તરફથી વડોદરા-ભીલાડ ટ્રેનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ ટ્રેન 3.9.2021 થી 09138 સુધી વડોદરા દહાણુ વડોદરા સુપર ફાસ્ટ એમએસપીસી સ્પેશિયલ ટ્રેન તરીકે દોડશે. આ ટ્રેન બરોડાથી સવારે 6.25 વાગ્યે મહારાષ્ટ્રના દહાણુ રોડ માટે ઉપડશે. આ ટ્રેન વિશ્વામિત્રી સવારે 6.31 મિનિટ, મિયાગામ કરજણ જંકશન 6.49, પાલેજ 7.05, ભરૂચ 7.25, અંકલેશ્વર 7.36, કોસંબા 7.54, કિમ 8.03, સુરત 8.37 નવસારી 9.04, બીલીમોરા 9.22, વલસાડ 9.43, વાપી 10.05, ભિલાડ 10.15, પહોંચશે.
09137 ડાઉન વડોદરા દહાણુ વડોદરા સુપર ફાસ્ટ એમએસપીસી સ્પેશિયલ ટ્રેન સાંજે 3.45 વાગ્યે દહાણુ રોડથી ઉપડશે. ઉમરગાંવ 3.33, ભીલાડ 4.14 (16.14), વાપી 16.27 (4.27), વલસાડ 4. 59 (4.59), બીલીમોરા 17.18 (5.17) , નવસારી 5.37 (17.37), સુરત 6.07 (18.07), કિમ 11.40, કોસંબા 18.49, અંકલેશ્વર 19. 05, ભરૂચ 8.40 (20.40), પાલેજ 19.37, મિયાગામ કરજણ 19.54, વિશ્વામિત્રી 20.15 અને રાત્રે 20.40 વાગ્યે વડોદરા પહોંચશે. આ ટ્રેનમાં એસએલઆર બે કોચ, જનરલ ડબ્બા 2 (જેમાં રિઝર્વેશન કરવું પડશે) (પ્રાપ્ત માહિતી મુજબ) અને સેકન્ડ ક્લાસ રિઝર્વેશન કોચ 4, વડોદરા અને દહાણુ રોડ વચ્ચે કુલ 16 કોચ ટ્રેન દોડશે.