સોશિયલ મીડિયાના જમાનામાં કંઇક ને કંઇક નવું કરતા લોકો જોવા મળતા હોય છે અને કેટલીકવાર આવા લોકો સોશિયલ મીડિયાના કિંગ બની જતાં હોય છે. રોજે-રોજ નવા વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થતાં હોય છે ત્યારે વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થોય છે. આ વીડિયોમાં એક ટ્રક ચાલક જોવા મળી રહ્યો છે અને માથે તરબૂચનું પળ પહેરેલું છે અને તેને હેલ્મેટ તરીક ઉપયોગ કર્યો છે.
મોડાસા શહેરના એક ટ્રક ચાલક જણાવી રહ્યા છે કે, એક કંપનીમાં તેઓ તરબૂચ ભરવા માટે ગયા હતા જ્યાં હેલ્મેટ વિના પ્રવેશ બંધ હતો ત્યારે સિક્યોરિટીએ હેલ્મેટ પહેરી આવવા જણાવ્યું હતું. ત્યારબાદ ટ્રકમાં ભરેલા તરબૂચનું હેલ્મેટ બનાવી તેને પહેરી લીધું અને સિક્યોરિટીને બતાવતા સિક્યોરિટી હસી પડ્યો અને કહ્યું કે, જાણે દો..જાણે દો… ટ્રક ચાલકની આ નવી આડિયા અને કળાથી સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે.
મોડાસા શહેરના આ ટ્રક ચાલક પહેલા સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવતા હતા જોકે હવે ફરીથી તેમના વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે.