કોરોના કાળમાં ભારતમાં લાખો નોકરી છીનવાતા તેની સીધી અસર દેશની આર્થિક વ્યવસ્થા પર પડી રહી છે. છેલ્લાં 15 મહિના કરતા પણ વધુ સમયથી સામાજિક તથા આર્થિક ગતિવિધિઓ ઠપ થઈ ગઈ છે. આથી નાના મોટા વેપાર ધંધા અને ઉદ્યોગોની હાલત કફોડી થવા માંડી છે. 2021ના એપ્રિલ મહિનામાં ભારતમાં લાખો લોકોએ નોકરી ગુમાવ્યાના અહેવાલો બાદ હવે મે મહિનામાં અંદાજે એક કરોડ લોકો રોજગારી ગુમાવી દે તેવો અંદાજ સેવાય રહ્યો છે. જો આ અંદાજ સાચો પડે તો ભારતનો બેરોજગારી દર એપ્રિલને મુકાબલે મે મહિનામાં વધીને ૧૦ ટકા કરતાં વધુ થઈ જશે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના આંકલન પ્રમાણે કોરોનાના સંક્રમણને રોકવા માટે ભારતના વિવિધ પ્રદેશોમાં લોકડાઉન અથવા તો કેટલાક પ્રતિબંધો અમલી છે. જયારે કેટલાક રાજ્યોમાં પ્રતિબંધો હવે ધીમે ધીમે હળવા થઈ રહ્યા છે. એપ્રિલ મહિનામાં ભારતમાં કોરોનાની બીજી લહેર પશ્ચિમી વિસ્તારોમાં પ્રભાવી રહી હતી. આ સમયે દેશમાં બેરોજગારીનો દર ૭.૯૭ ટકા નોંધાયો હતો. આ જ મહિનામાં ભારતમાં ૭૩.૫ લાખ લોકોએ રોજગારી ગુમાવી હતી.
ગ્રામીણ વિસ્તારોને મુકાબલે શહેરી વિસ્તારમાં બેરોજગારી દર વધુ ઊંચો રહેતો હોય છે. શહેરી બેરોજગારી દર તો ૬ મેના રોજ જ બે આંકડે અર્થાત ૧૦.૨ ટકા હતો. તે પછી ૨૦મેના રોજ શહેરી બેરોજગારી દર ૧૨ ટકા તો ૨૩ મેના રોજ ૧૨.૭ ટકા નોંધાયો હતો. બે આંકડાંમા બેરોજગારી દર નોંધાવો તે બાબત ભારત માટે અસામાન્ય ઘટના છે. એપ્રિલ અને મે ૨૦૨૦માં સળંગ રાષ્ટ્રીય લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે જ બેરોજગારી દર બે આંકડાને આંબી ગયો હતો. હવે મે ૨૦૨૧માં ફરી બેરોજગારી દર ૧૦ ટકાને આંબી જાય તેવી સંભાવના જાહેર થઈ છે. આ વખતે લોકડાઉન એટલું કડક નથી અને પ્રતિબંધો પણ હળવા છે તેમ છતાં બેરોજગારી દર ૧૦ ટકાને આંબે તેવી શકયતા છે.
સીએમઆઇઇના જણાવ્યા મુજબ મે મહિનો પૂરો થવાને હવે અઠવાડિયું બાકી છે. મે મહિના દરમિયાન ઉત્તર ભારત તથા પૂર્વના પ્રદેશમાં કોરોનાની અસર રહી છે. તેથી લાખો લોકોએ આ સમયગાળામાં પણ મોટાપાયે રોજગારી ગુમાવી છે. તેથી હજૂ પણ દેશના બેરોજગારી દરમાં નોંધપાત્ર વધારો નોંધાય તેવી શક્યતા છે. હાલમાં જે લોકો રોજગારી મેળવી રહ્યા હતા. તેમણે અગાઉના મહિનામા રોજગારી ગુમાવી છે. શ્રમિક સહભાગિતા દર પણ મહિના દરમિયાન વધ્યો નથી. તેને કારણે બેરોજગારી દર ઊંચો જશે.
- મે મહિનામાં એપ્રિલની સરખામણીએ બેરોજગારી દર 10 ટકાને આંબવાના સંકેતો
કોરોના કાળમાં ભારતમાં લાખો નોકરી છીનવાતા તેની સીધી અસર દેશની આર્થિક વ્યવસ્થા પર પડી રહી છે. છેલ્લાં 15 મહિના કરતા પણ વધુ સમયથી સામાજિક તથા આર્થિક ગતિવિધિઓ ઠપ થઈ ગઈ છે. આથી નાના મોટા વેપાર ધંધા અને ઉદ્યોગોની હાલત કફોડી થવા માંડી છે. 2021ના એપ્રિલ મહિનામાં ભારતમાં લાખો લોકોએ નોકરી ગુમાવ્યાના અહેવાલો બાદ હવે મે મહિનામાં અંદાજે એક કરોડ લોકો રોજગારી ગુમાવી દે તેવો અંદાજ સેવાય રહ્યો છે. જો આ અંદાજ સાચો પડે તો ભારતનો બેરોજગારી દર એપ્રિલને મુકાબલે મે મહિનામાં વધીને ૧૦ ટકા કરતાં વધુ થઈ જશે.
સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના આંકલન પ્રમાણે કોરોનાના સંક્રમણને રોકવા માટે ભારતના વિવિધ પ્રદેશોમાં લોકડાઉન અથવા તો કેટલાક પ્રતિબંધો અમલી છે. જયારે કેટલાક રાજ્યોમાં પ્રતિબંધો હવે ધીમે ધીમે હળવા થઈ રહ્યા છે. એપ્રિલ મહિનામાં ભારતમાં કોરોનાની બીજી લહેર પશ્ચિમી વિસ્તારોમાં પ્રભાવી રહી હતી. આ સમયે દેશમાં બેરોજગારીનો દર ૭.૯૭ ટકા નોંધાયો હતો. આ જ મહિનામાં ભારતમાં ૭૩.૫ લાખ લોકોએ રોજગારી ગુમાવી હતી.