લગ્નજીવનમાં પતિ પત્ની વચ્ચે સામાન્ય ઝગડા થતા રહે છે. જો કે, કેટલીક વખત સમાધાન ન થાય તો મામલો પોલીસ અને કોર્ટ સુધી પહોંચી જતો હતો. વળી, પતી અને પત્ની વચ્ચે ત્યાં પણ કોઈ ઉકેલ ન આવે તો આખરે છુટાછેડા જ એકમાત્ર વિકલ્પ રહે છે. અમદાવાદમાં તાજેતરમાં દંપતી વચ્ચે થયેલી તકરાર છુટાછેડા લેવાની વાત સુધી પહોંચી હતી. જેમાં પતિથી છૂટાછેડા લેવા માગતી એક મહિલા વકીલ પાસે સલાહ લેવા માટે હતી. આ સમયે વકીલે સૌપ્રથમ તો તે મહિલાની સગળી વાતો સાંભળી હતી. પરંતુ તે પછી તેનામાં વાસનાનો કીળો સળવળ્યો હતો. તે વકીલે મહિલાની મજબૂરીનો લાભ ઉઠાવવાનું વિચારીને લગ્ન કરવાની લાલચ આપી હતી. આ સાથે જ વકીલે તે મહિલા સાથે શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા. જો કે, તે પછી આ વકીલે આ જ રીતે અન્ય મહિલાઓને પણ લગ્નની લાલચ આપીને તેઓની શારિરીક શોષણ કર્યું હોવાની જાણ તે મહિલાને થઈ ગઈ હતી. આખરે પતિ સાથેથી છુટાછેડા લેવા માંગતી તે મહિલા એક દિવસ વકીલના ઘરે પહોંચી હતી. વકીલના ઘરે જ મોટા તમાશો થઈ જતાં મહિલા હેલ્પલાઇનની મદદ માંગવામાં આવી હતી.
જે બાદ થયેલા કાઉન્સેલિંગ દરમિયાન ઉપરોક્ત વાતનો ભાંડો ફુટી ગયો હતો. મહિલા હેલ્પ લાઈનના સુત્રોના જણાવ્યા પ્રમાણે પતિથી દુખી થયેલી આ મહિલા છૂટાછેડા લેવા માટે વકીલ પાસે તો પહોંચી હતી. પરંતુ તે વકીલે જ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ વકીલે મહિલાને લગ્નની લાલચ આપી હતી. મહિલા અભયમ હેલ્પલાઇનની ટીમને મહિલાએ જે વાત કરી તે જાણીને અભયમની ટીમ ચોંકી ગઈ હતી કારણ કે, મહિલાએ જણાવ્યું હતું કે, તેને પતિથી છૂટાછેડા લેવાના હોવાના કારણે તે વકીલ પાસે ગઈ હતી. વકીલે કેસ લડવાના પૈસા પણ લીધા હતા. શારીરિક સંબંધ બાંધ્યા પછી જાણવા મળ્યું હતું કે, આ વકીલે આ પ્રકારે અન્ય પણ ઘણી મહિલાઓને ફસાવીને શોષણ કર્યું છે. મહિલાની વાત સાંભળીને અભયમ હેલ્પ લાઇનના કાઉન્સિલરોએ વકીલને ઈમાનદારીથી કેસ લડવા માટે તાકીદ કરી હતી. જયારે મહિલાને ઘરે મૂકી આવવા માટે પણ અભયમની ટીમે વકીલને સૂચન કર્યું હતું.