મૈસુરુ: કર્ણાટકના મૈસુરમાં પોતાનાથી 20 વર્ષ મોટો પતિ પસંદ ન હોવાથી તેની પત્નીએ તેની ખૂબ જ ઘાતકી રીતે હત્યા કર્યાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ખૂબ જ ભયાનક આ ઘટનામાં પતિને ઘેનની દવા પીવડાવ્યા બાદ પત્નીએ તેનું ગુપ્તાંગ દબાવીને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ બનાવ બાદ પોલીસે તપાસ દરમિયાન પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી હતી. હત્યાની આ ઘટના આમ તો 9 મહિના પહેલાની છે પરંતુ હાલ પીએમ રિપોર્ટ આવતાં સમગ્ર ખુલાસો થયો છે. કર્ણાટકના મૈસુરુમાં બનેલી આ ઘટનાની હકીકત એવી છે કે, એચ.ટી. વેંકટરાજુ નામનો નાગરિક વેરહાઉસ કોર્પોરેશનમાં ગ્રુપ ડી એમ્પ્લોઈ તરીકે કામ કરી રહ્યો હતો. આ વેંકટરાજુની ગત તા. 9 ઓક્ટોબર 2020ના રોજ તેની હત્યા થઈ હતી. બનાવ અંગે પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન વધુ ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, એચ. ટી. વેંકટરાજુના લગ્ન ઉમા નામની યુવતી સાથે થયા હતા. જે ઉંમરમાં વેંકટરાજુથી 20 વર્ષ નાની હતી. તેમના લગ્નજીવનને 10 વર્ષ થયા હતા. લગ્નજીવન દરમિયાન તેમને સંતાન પ્રાપ્તી પણ થઈ હતી જેમાં આજે 8 વર્ષની દીકરી અને 6 વર્ષનો દીકરો છે. જોકે, ઉમાને તેનો પતિ વેંકટરાજુ તેનાથી 20 વર્ષ મોટો હોવાને કારણે બહું પસંદ ન હતો. લગ્ન જીવનમાં પતિ સાથેના મતભેદો અને તકરારને કારણે તે તેના પિયર રહેવા આવી ગઈ હતી. છેલ્લાં ચાર વર્ષથી તે પોતાના પિયરમાં રહેતા હતી. આ સમયે તે પોતાના માતાપિતાના ઘરની પાસે રહેતા એક યુવકના પ્રેમમાં પડી ગઈ હતી.
આ દરમિયાન તેણીએ પોતાના પતિને મારી નાંખવીની યોજના ઘડીને 9 ઓક્ટોબર 2020ના રોજ વેંકટરાજુને પોતાની દાદીના ઘરે બોલાવ્યો હતો. જે બાદ ઉમાએ પતિને કૉફીમાં ઉંઘની ગોળીઓ નાખીને તેને બેહોશ કરી નાખ્યો હતો. વેંકટરાજુ એકદમ બેહોશ થઈ ગયા બાદ તેણીએ પોતાના પ્રેમી અવિનાશના કહ્યા મુજબ વેકંટરાજુનું ગુપ્તાંગ જોરથી દબાવીને મસળી દીધું હતું. પતિનું ગુપ્તાંગ મસળી દીધા બાદ ઉમાએ ઓશિકા વડે તેનું મોઢું પણ દબાવી દીધું હતું. વેંકટરાજુની હત્યા એવી રીતે થઈ હતી કે શરીર પર ક્યાંય કોઈપણ પ્રકારની ઈજાના નિશાન ન હતા. જયારે ઉમાએ પતિના મોતની જાણ પોલીસને કરી એવું નિવેદન આપ્યું હતુ કે, તે ઉમાને મળવા આવ્યો ત્યારે કૉફી પીધા બાદ અચાનક જ ચક્કર ખાઈને પડી ગયો હતો. અને પછી તે હોશમાં આવ્યો ન હતો. ઉમા છેલ્લા ઘણા સમયથી પિયરમાં રહેતી હોવાથી તેમજ વેંકટરાજુ તેને પસંદ ના હોવાથી ઉમાની આ વાત વેંકટરાજુના પરિવારને શંકાસ્પદ લાગી હતી. તેથી વેંકટરાજુના ભાઈએ મોત સામે શંકા સેવતા પોલીસે મૃતકનું પીએમ કરાવ્યું હતું. મૃતકના વિસેરા રિપોર્ટ પણ ટેસ્ટિંગ માટે મોકલાયા હતા, જેનો રિપોર્ટ તાજેતરમાં આવતાં વેંકટરાજુનું મોત ગુપ્તાંગમાં થયેલી ઈજા હોવાનું ખૂલ્યું હતું. પોલીસે આખરે ઉમાની ધરપકડ કરીને આકરી પૂછપરછ કરી હતી. જેમાં ઉમાએ ભાંગી પડી જણાવ્યું હતું કે પતિ ના ગમતો હોવાથી તેણે પ્રેમી સાથે મળીને તેનું મર્ડર કરવાની યોજના ઘડી હતી. આ માટે તેના પ્રેમીએ પણ તેને મદદ કરી હતી. ઉમાની આ કેફિયત બાદ પોલીસે ઉમા અને તેના પ્રેમીની ધરપકડ કરી બંનેને જેલ ભેગા કરી દીધા છે.