કોલંબિયાના ગુઆયાતા વિસ્તારના એક ખેતરમાં આજે દુનિયાની સૌથી વજનદાર કેરીનો પાક ઉતર્યો છે. આ ઘટનાએ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. આ સાથે જ ‘વર્લ્ડ્સ હેવીએસ્ટ મેન્ગો’ તરીકે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં તેની નોંધ પણ કરવામાં આવી છે. ગુઆયાતાની દંપતી જર્મન ઓર્નાલ્ડો નોવોઆ બરેના અને રેના મરિયા મરક્વિન ઘણાં સમયથી ખેતી કરી રહ્યા છે. દંપતીએ પોતાના ખેતરમાં આ વર્ષે પણ દર વર્ષની જેમ આંબાવાડી કરી હતી. આ વખતે આંબાના ઝાડ પર તેમને સોથી વજનદાર કેરીનો ઉતાર મળ્યો છે. સામાન્ય વજનની કેરી કરતા તેનું વજવ વધુ હોવાથી દંપતીની દીકરી દાબેગીને આ કેરી કંઈક વિશેષ હોવાનો ખ્યાલ આવ્યો હતો. જે બાદ તેણીએ ઈન્ટરનેટ પર સર્ચ કરીને જાણ્યું તો આ કેર અત્યાર સુધીણાં દુનિયાની સૌથી વજનદાર કેરી બની શકે તેમ હતુ. ઈન્ટરનેટ પર તપાસ દરમિયાન તેણીએ વજનદાર કેરીના રેકોર્ડ વિશેની વિગતો જાણી હતી. ત્યારબાદ તેને માલુમ પડ્યુંકે તેના ખેતરમાં ઉગેલી કેરી અત્યાર સુધીની સૌથી વજનદાર કેરી છે. જર્મન ઓર્નાલ્ડોના જણાવ્યા પ્રમાણે આ પહેલાં વજનદાર કેરીનો રેકોર્ડ ફિલિપાઈન્સના નામે હતો. 2009માં 3.435 કિલોગ્રામ વજનની કેરી સૌથી વજનદાર કેરી હતી.
તેમણે કરેલી ખેતીમાં સૌથી વજનદાર કેરીનો પાક ઉતરતા તે પરિવાર ખુશ છે. આ સાથે જ તેમને દુનિયામાં સૌથી વજનદાર કેરી પકવવા બદલ નામના પણ મળી છે. તેઓએ આ કેરીને શેર કરી ખાધી હતી. તે ખુબ સ્વાદિષ્ટ અને હેલ્ધી હતી. આ સમયે કેરી કાપીને તેનું બીબું બનાવડાવી રેપ્લિકા તૈયાર કરી છે. જેને મ્યુનિસિપાલટીમાં રેકોર્ડ સાચવવામાં આવે તેવી ઈચ્છા તેઓની છે. રેકોર્ડમાં નામ સ્થાપીને અમે દુનિયાને બતાવવા માગીએ છીએ કે કોલમ્બિયાના લોકો પણ નમ્ર અને મહેનતુ છે. ધરતી પર ખેતી કરીને જે ઉત્પાદન મળે છે તેમાં અમે કંઈક નવું કરી શકીએ છીએ. ઈન્ટરનેટ પર આ કેરીની ચર્ચા ચાલી રહી છે. આ કેરીનું વજન 4.25 કિલોગ્રામ છે. ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં ‘વર્લ્ડ્સ હેવીએસ્ટ મેન્ગો’ તરીકે દંપતીની આ કેરીનો ઉલ્લેખ જોવા મળી રહ્યો છે.