હોંગકોંગમાં ધ સકુરા નામના દુર્લભ અને ખૂબ જ આકર્ષક પર્પલ-પિંક હીરાની તાજેતરમાં હરાજી કરવામાં આવી હતી. આ હિરાનો સોદો 218 રૃપિયામાં થયો હોવાની વિગતો સાંપડી છે. વિદેશી મીડિયાના અહેવાલમાં ટાંકવામાં આવ્યું છે કે, 2020માં 14.8 કેરેટના પર્પલ-પિંક હીરો ધી સ્પિરિટ ઓફ રોઝની હરાજી થઈ હતી. તે વખતે 196 કરોડમાં તે સોદો થયો હતો. ત્યારબાદ ધ સકુરા હીરાએ પર્પલ પિંક ડાયમંડના વજન અને હરાજીના ભાવે તેનો રેકોર્ડ તોડ્યો છે. ક્રિસ્ટીઝના જ્વેલરી ડિપાર્ટમેન્ટ દ્વારા હરાજીનું આયોજન થયું હતુ. આ દરમિયાન ધ સકુરાનું વજન 15.81 કેરેટ હોવાનું જાહેર કરાયું હતુ. પર્પલ-પિંક હીરામાં ધ સકુરાનું વજન સૌથી વધુ છે.
જો કે, આ ડાયમંડની સૌથી વધુ વિશેષતા એ છે કે, તે અત્યાર સુધીનો સૌથી મોટો પર્પલ-પિંક ડાયમંડ છે. ક્રિસ્ટીઝના જ્વેલરી ડિપાર્ટમેન્ટના વિકી સેકે હરાજી વિશે ફોડ પાડતા કહ્યું હતુ કે, પર્પલ-પિંક ડાયમંડની હાલની હરાજીની નોંધ ડાયમંડ હિરાના ઇતિહાસમાં સારી રીતે નોંધાઈ છે. કારણ કે, ધ સકુરા નામના આ ડાયમંડનું વજન 15.81 કેરેટ રહ્યું છે, જે પિંક-પર્પલ હીરામાં સૌથી વધુ છે. આ હીરાની હરાજી પ્લેટિનમ અને ગોલ્ડ રિંગમાં ફીટ કરીને કરવામાં આવી હતી.
આ બંને કારણોસર તેનો ભાવ 29.3 મિલિયન ડોલર આવ્યો છે. જેને ભારતીય મુલ્યમાં ગણતરી કરાય તો 218 કરોડમાં આ હિરાનો સોદો થયો છે. આ સાથે જ ધ સકુરા હીરો અત્યાર સુધીની સૌથી મોંઘી પર્પલ-પિંક હીરો બની ગયો છે. વિકી સકેએ વધુમાં ઉમેર્યું હતુ કે, હરાજી દરમિયાન આ હીરો આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. હરાજીમાં ઉપસ્થિત તમામ લોકોનું ધ્યાન આ હિરા તરફ ગયું હતુ.
ક્રિશ્ચિયન જ્વેલરી ડિપાર્ટમેન્ટના સુત્રોના જણાવ્યા મુજબ ધ સકુરાને એક એશિયન ગ્રાહકે સૌથી ઉંચી બોલી લગાવીને ખરીદી લીધો છે. જો હિરાને ખરીદનાર વિશે વધુ માહિતી જાહેર કરાઈ નથી. ક્રિસ્ટીઝના જ્વેલરી ડિપાર્ટમેન્ટના વિકી સેકએ કહ્યું કે પિંક હીરામાં સામાન્ય રીતે ઘણા બધા દાણા હોય છે, જે આ રત્નને ખૂબ જ દુર્લભ બનાવે છે.