હાથોહાથની લડાઇ થાય ત્યારે સામી વ્યક્તિની ઝડપથી હત્યા કરવા ઇઝરાયેલી આર્મી દ્વારા ક્રાવ માગા નામની કાતિલ માર્શલ આર્ટ વિકસાવી છે. આ આર્ટ થકી દુશ્મનને વહેલી તકે પરાશ્ત કરી શકાય છે. 2019માં ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો સાથે ભારતીય જવાનોની થયેલી ઝપાઝપીમાં મોટી સંખ્યામાં ખુવારી થઈ હતી. જે બાદ બી.એસ.એફ.ના વડા બનેલાં સુરતના પૂર્વ પોલીસ કમિશનરે બી.એસ.એફ.ના કમાન્ડોને ક્રાવ માગાથી પ્રશિક્ષિત કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં તેમણે સુરતના માર્શલ આર્ટિટીસ્ટની મદદ લેવાનું શરુ કર્યું છે.
હાલમાં સુરતના સુરતના વિસ્પી ખરાદી બી.એસ.એફ.ના કમાન્ડોને આ જ આર્ટની તાલીમ આપી રહ્યા છે. ખરીદીના મતે ભારત અને ચીન વચ્ચે વિવાદો સતત વધી રહ્યા છે. કુટનૈતિક સ્તરે જ નહીં પરંતુ સરહદ પર પણ ચીનને યોગ્ય જવાબ આપવો આવશ્યક છે. આવા સંજોગોમાં ભારતીય સૈન્યને હથિયાર સાથે જમીની સ્તરે મારામારી થાય તેવી સમયે હુમલો કરવા યોગ્ય કળા આવડવી જરુરી છે. ગ્વાલિયર સ્થિત ટેકનપુરમાં આવેલાં બી.એસ.એફ.ના કેમ્પમાં 36 અને હજારીબાગના કેમ્પમાં 50 કમાન્ડોને આ ટેકનિક શીખવાઈ ચુકી છે.
તે ઉપરાંત જાપાને વિકસાવેલી મિક્સ માર્શલ આર્ટની કુડો ટેકનિક કે જે સેલ્ફ ડિફેન્સ માટે બેસ્ટ ગણાય છે તે પણ ભારતીય જવાનોને શીખવવામાં આવી રહી છે. વીસ્પી ખરાદીએ વધુમાં કહ્યું હતુ કે, અત્યંત કાતિલ આ ટેકનિક સામાન્ય વ્યક્તિઓ માટે હોતી નથી. હાલ પોતે પણ ક્રેવ માગાની ટ્રેનિંગ લઇ રહ્યો છે. તેના વિવિધ તબક્કા છે. હાથોહાથની લડાઇમાં આ ટેકનીકમાં બે કે ત્રણ વારમાં જ હરીફને મોતને ઘાત ઉતારવા સુધી સક્ષમ છે. થોડા સમય પહેલાં જ સુરતમાં પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકેલાં અને હાલ બી.એસ.એફ.ના ડાયરેક્ટર જનરલ તરીકે નીમાયેલા રાકેશ અસ્થાનાએ મારો સંપર્ક કર્યો હતો. તેમણે આ ટેકનિક બી.એસ.એફ.ના કમાન્ડોને શીખવવા માટે મને તાકીદ કરી હતી. જે બાદ કમાન્ડોને ટ્રેનિંગ શરુ કરાઈ છે. હજુ મહિનાઓ સુધી આ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવશે.