અમદાવાદમાં એક યુવકના મોતનું જે કારણ સામે આવી રહ્યું છે એ જાણીને તમારા હોંશ ગુમાવી બેસશો. અમદાવાદના જુહાપુરાનો રહેવાસી સલમાન મિર્ઝાનું મોત ગુપ્તાંગ પર ફેવિક્વિક જેવું કોઇ એડહેસિવ લગાવતા થયું હોવાનું પ્રાથમિક તપાસથી જાણવા મળ્યું છે. એવી શંકા છે કે તેના મૃત્યુનું કારણ ‘ઇપોકસી એડહેસિવ’છે જે સામાન્ય રીતે કોઇ વસ્તુને ચોંટાડવા માટે વપરાય છે. તપાસકર્તાઓનું માનવું છે કે સલમાને સેક્સ દરમિયાન તેના પ્રાઈવેટ પાર્ટ્સની સુરક્ષા માટે નિરોધની જગ્યાએ કોઇક એડહેસિવ ગુંદરનો ઉપયોગ કર્યો હતો.
પોલીસ અધિકારીઓને પ્રાથમિક તપાસમાં આ વાતો જાણવા મળી છે. મળતી માહિતી મુજબ થોડા દિવસો પહેલા સલમાન મિર્ઝા ઓટો રિક્ષામાં અમદાવાદની હોટેલમાં જતા જોવા મળ્યો હતો. એ સમયે તેની સાથે તેની પૂર્વ મંગેતર અને અન્ય બીજી એક મહિલા પણ જોવા મળી હતી. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે સલમાન અને તેની પૂર્વ મંગેતર ડ્રગ્સના આદતી હતા. પોલીસને જાણવા મળ્યું છે કે બંનેએ શરૂઆતમાં ડ્રગ્સનું સેવન કર્યું હશે, ત્યારબાદ ગુપ્તાંગ પર ગુંદર લગાવીને શારિરિક સુખ મેળવ્યું હતું.
સેક્સ કરવા માટે સલમાન પાસે કોન્ડોમ હતું નહીં અને તેથી તેથી સલમાન મિર્ઝાએ તેના ભૂતપૂર્વ મંગેતરને ગર્ભાવસ્થાથી બચાવવા માટે તેના ગુપ્તાંગ પર ફેવિકવિક લગાવી લીધું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે સલમાનના પરિવારના લોકોનો આરોપ છે કે સલમાન મિર્ઝા સાથે ગયેલી મહિલાએ જ તેના ગુપ્તાંગ પર ગુંદર લગાવ્યો હતો. પોલીસે ફોરેન્સિક તપાસ માટે વિસેરા રિપોર્ટ મોકલ્યો છે. તપાસ બાદ જ સત્ય સામે આવી શકે છે.