વલસાડ ના યુવાને MX ટકાટક એપ્લિકેશન પર 3 મિલિયન થી પણ વધુ ફોલોર્સ મેળવ્યા છે. અને વલસાડ જિલ્લા માં સોસીયલ મીડિયામાં નામ મોખર્યું છે. વલસાડ ના ભાગડાવાળા ગામ ના કરીમ નગર વિસ્તાર માં રહેતા અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા હનીફ હાસમાની એ ખુબજ ટૂંકા સમય ગાળામા સોસીયલ મીડિયામાં નામના મેળવી છે. જેમાં તેમણે MX ટકાટક એપ્લિકેશન માં શોટ વિડીયો માં ધમાલ મચાવી છે. અને તેમના શોટ વિડીયો લાખો લોકો નિહાળે છે. જેમાં કોમેડી વિડીયો સહીત ના દેશ ભક્તિ, તેમજ સમાજ માટે સારા મેસેજ આપવા માટે ના વિડીયો ના લાખો લોકો ચાહક બનિયા છે. આ સિવાય હનીફ હાસમાની ને શોટ વિડીયો એપ્લિકેશન પર વેરિફાઇડ એકાઉન્ટ મળ્યા છે. તેમજ પોપિયુલર ક્રેએટિવ મેળવ્યો છે. આ સિવાય તેઓ એમેઝોન, ફ્લિપ કાર્ડ પર પ્રોડક્ટ નું બ્રાન્ડ પ્રમોશન સાથે મોડલિંગ પણ કરે છે. હનીફ હાસમાની ના ફની શોટ વિડીયો દરેક વય ના લોકો નિહાળે છે. જેને લઈને MX ટકાટક એપ્લિકેશન પર તેમણે વલસાડ જિલ્લા માં ધૂમ મચાવી છે.