ઈન્ટરનેટ વગર આજકાલ મોબાઈલ જેવું હાથવગુ કોઈપણ ઈન્સ્ટ્રુમેન્ટ ચાલી શકતું નથી. જો કે, હવે ટીવીમાં YouTube ફીચર આવે તેવી શકયતા છે. કંપનીઓ પોતાની દરેક એપ્લિકેશનમાં સમયાંતરે અપડેટ કરતી રહે છે, જેથી તે પોતાના યુઝર્સને નવા નવા ફીચર સાથે સુવિધા આપી શકાય. Whatsapp દ્વારા પણ નવા ફીચર્સ મુકાયા છે. જે બાદ વીડિયો સ્ટ્રીમિંગ માટે YouTube કે જે ઘણું જાણીતું પ્લેટફોર્મ છે. YouTube એપ મોબાઈલ સિવાય સ્માર્ટ ટીવી માટે હાલ ઉપલબ્ધ છે. YouTubeના મોબાઈલ એપમાં યુઝર્સ પોતાના મનપસંદ વીડિયોને ઓફલાઈન મોડમાં પણ જોઈ શકાય તેવી સુવિધા હયાત છે. આ માટે યુઝર્સને ઈન્ટરનેટની આવશ્યકતા રહેતી નથી. હવે એવું જ ફીચર ટીવી એપમાં YouTube આવવાની શકયતા છે. YouTube ટીવી એપના વર્ઝન 5.06.2ના અપડેટની સાથે આ ફીચરને જોવા મળ્યું છે. YouTube ટીવી વર્ઝન 5.06.2 યુઝર્સ જેવું જ એપ ઓપન કરશે, તેમની સ્ક્રીન પર Looking for Incomplete Downloadsનું નોટિફિકેશન આવશે. જોકે Googleએ હજુ આ ફીચર અંગે કોઈ જાહેરાત કરી નથી.
સુત્રોના જણાવ્યા મુજબ ટુંક સમયમાં જ ઓફલાઈન મોડવાળું ફીચર ગ્રાહકોને મળશે. એટલે કે ગ્રાહકનો ડેટા વપરાશે નહીં, જો કે, તે માટે તે પહેલા તેને ડાઉનલોડ કરી દેવું પડશે. સ્માર્ટ ટીવીમાં ઈન્ટરનેટ વગર YouTubeના વીડિયો જોઈ શકાશે. આ માટે યુઝર્સે YouTube અથવા Google અકાઉન્ટ સાથે લિંક વીડિયોને ડાઉનલોડ કરવું આવશ્યક હશે. સ્માર્ટફોનના YouTube એપમાં વીડિયો જોતા સમયે નીચે આપવામાં આવેલા ડાઉનલોડ બટન પર ટેપ કરીને તેને ઓફલાઈન જોવા માટે ડાઉનલોડ કરવું પડશે. જ્યારે ડેસ્કટોપ યુઝર્સ થર્ડ પાર્ટી એપ અથવા વીડિયો ડાઉનલોડર દ્વારા વીડિયોને ડાઉનલોડ કરી શકશે. આમ કર્યા પછી ફુરસદના સમયે મનપસંદ ઓડિયો વીડિયોની મજા માણી શકાશે. આ ફીચર YouTube ટીવી એપ માટે જલદીથી લોન્ચ કરવામાં આવનાર છે.