પાઠકવાડી ચેકપોસ્ટઃ પર ઘણીવાર પોલીસ કર્મી ગેર હાજર રહેતા નાગરીકોને નિયમો શીખવાડતા હોમગાર્ડો ને છુટ કોણે આપી.?
ઉનાઈ અંબિકા નદીને અડીને-તાપીના ડોલવણ તાલુકાની એક કિલોમીટરના અંતરે જોડતી બોર્ડરના છેડે ચોક પાઠકવાડી ગામ નજીક ડોલવણ પોલીસે ઉભા કરેલા ચેકપોસ્ટ પર ઉનાઈ બજાર આવન-જાવન કરતા વાહન ડીટેઇન કરવાથી માંડીને પકડા-પકડી સહિતની અનેક ઘટના સામે આવી છે જેમાં હાલમાં માસ્ક ફરજીયાત કરવામાં આવ્યા છે ત્યારે જે લોકો માસ્ક નથી પહેરતા તેની સામે દંડ સહિતના પગલાં લેવામાં આવી રહ્યા છે જેનો ટાર્ગેટ પૂરો કરવા માટે પોલીસ તેમજ હોમગાર્ડ દ્વારા કયાંકને કયાંક બેફામ બનીને તોછડું વર્તન કરીને માત્રને માત્ર સામન્ય નાગરિકોને કડક અમલ કરવાની ફરજ પાડવા માટે બળજબરી કરવામાં આવતી હોવાની માહિતી સાંપડી છે ઉનાઈ સાથે રોજિંદા કામ અથવા રોજગારી સાથે સંકળાયેલ ડોલવણ તાલુકાની ગરીબ અદિવાસી જનતાની દિવસ ભર અવર- જવર હોય છે પણ ચેકપોસ્ટ પર હાજર તેની અમલવારી કરાવનારામાં નથી દેખાતી ક્યાંક.!
કમાળ કરતાં આગળિયા ડાહ્યા.’ કહેવત પ્રમાણે પોલીસની સાથે હોમગાર્ડને ફરજ સોંપવામાં આવી છેેઃ ત્યારથી જ” હોમગાર્ડ જવાનો જાણે બેફામ બનીને નાગરીકોને પરેશાન કરતાં હોવાની ફરિયાદો વધી જવા પામી છેઃ હોમગાર્ડ ને ખાખી ડ્રેસમાં તેમને ગમે તે કરવાની છૂટ કોણે આપી? તેવા સળગતા સવાલો વચ્ચે પોલીસની વધારે બળજબરી કરવાની પદ્ધતિ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે ઉનાઈ ખેતીવાડી ઉત્પન્ન બજારમા જતા ખેડૂતોને ખોટી રીતે ઉભા રાખીને હોમગાર્ડ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા સાથે અનેક પ્રશ્નનો ઉભા થયા છે કે પોલીસ આવી જ રીતે ઓવરલોડ વાહનો સામે પણ કડક કાર્યવાહી કરવાં માટે કહેવામા આવે છે પરંતુ તે કામની સામે પોલીસ દ્વારા કેમ આંખ આડા કાન કેમ કરવામાં આવે છે તે સૌથી મોટો પ્રશ્ન સર્જાયો છે તેના બદલે ઉનાઈ માર્કેટ યાર્ડ જતા ખેડૂતો પકડી-પકડી ને તેમના વાહનો ડિટેઇન કરી રહી છે.
જેમાં વાહન ચાલકોને ઉભા રાખીને કારણ પૂછવા જરૂરી, છે પણ સારો કે નબળો જવાબ ન આપી શકે તેવા વાહન ચાલકો ને ધમકાવી તેઓના વાહન ડિટેન કરવા કેટલાં યોગ્ય.? છે તે બાબતની ત્રસ્ત વાહન ચાલકો અને ખેડૂતો ની ફરીયાદ બાદ વાંસદા-ધારાસભ્ય અનંત પટેલ દ્વારા સમસ્યાનું યોગ્ય નિકાલ નહિ આવેતો ચેકપોસ્ટ બંધ કરવા માટે ધરણા પ્રદર્શન કરવામાં આવશે. તેમ પણ જણાવ્યું હતું પણ ધારાસભ્યની ચીમકીની પણ અવગણના થતા ત્રસ્ત વાહન ચાલકો માં ભારોભાર આક્રોશ ભભૂકી ઉઠ્યો છે જેે બાબતે ઉચ્ચ કક્ષાએ લેખિત ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. પાઠકવાડી.ચેકપોસ્ટ:પર ફરજ બજાવતા પોલીસકર્મીઓ દ્વારા ઉનાઈ માર્કેટ યાર્ડમાં જતી વેળા અનેક વાર વાહન રોકીને હેરાનગતિ કરાતી હોવાની અનેકવાર ખેડૂતોએ ફરિયાદ પણ કરી છેઃ લોકડાઉન સમયે ઉભા કરાયેલા ચેકપોસ્ટ હાલમાં પણ નહીં ખસેડતાં લોકો ઉનાઈ બજારમાં રોજિંદા ઘરવખરી સામગ્રી ખરીદી કરવા માટે આવન જાવન કરવા પણ ડર અનુભવી રહ્યા છે.
જેના કારણે એક કિલોમીટર ના અંતરે ઉનાઈ બજાર આવવા ના બદલે હાલમાં ૮, કિમી ડોલવણ સુધી લાંબો ચકારવો કરવા મજબૂર બન્યા છે જેના કારણે હાલમાં ઉનાઈ બજારના ધંધા પડી ભાંગ્યા છે. ઉનાઈ માર્કેડ યાર્ડમા ખેત પેદાશના વેચાણ માટે જતી સામન્ય ગરીબ પ્રજા ઓછું ભણેલી હોય છે.તેમજ સામાન્ય જ્ઞાનનો અભાવ હોવાથી આ પ્રજા સાથે તોછડું વર્તન કરતા હોવાના ગંભીર આક્ષેપો સાથે પગલાં ભરવાની પણ માંગણી ઉઠવા પામી છેઃ રીતે વાહન ડિટેઈન કરીને રંજાડતી પોલીસ વિરુદ્ધ અનેકવાર ધારા સભ્યને ખેડૂતોની રજુઆત બાદ. ધારાસભ્યની ચેક પોસ્ટ બંધ રવાની ચિમકી બાદ માત્ર દેખાડવા પૂરતું વાહન ચાલકોને બે ચાર દિવસ આંશિક રાહત મળી હતી પણ હાલમાં ચેકપોસ્ટ પર ફરજ બજાવતા પોલીસ કર્મીઓ ફરી સક્રિય થઈ જતા હાલમાં હમ’ નહીં’’ સુધરેંગે’’ જેવી સ્થિતિ સર્જાઈ છે