દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં ડોસવાડા ગામે વેદાંતા ઝિંક કંપની દ્વારા શરુ કરવામાં આવનાર પ્રોજેકટ સામે આદિવાસીઅોમાં ભારે રોષ ફેલાયો છે. આગામી તારીખ ૫મી જુલાઈએ સ્થળ ઉપર રાખવામાં આવેલી પ્રદુષણ બોર્ડની સુનાવણીમાં પ્રોજેકટને રદ કરવામાં આવે તેવી માંગણી સાથે આદિવાસી પંચ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. આદિવાસીઅોનું કહેવું છે કે જો આ પ્રોજેકટ ચાલુ થશે તો આસપાસના ૧૫ કિલોમીટરનો વિસ્તારોમાં હજારો એકર ખેતી નાશ પામશે અને લોકો શ્વાસની બિમારીના ભોગ બનશે. આદિવાસી પંચ દ્વારા જિલ્લા કલેકટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે રાજય સરકાર દ્વારા ગત તા ૧૪ અોક્ટોબર ૨૦૨૦ના રોજ વેદાંતા કંપની સાથે એમઅોયુ કરી પાંચમી અનુસુચિ વિસ્તારના આદિવાસીઅોની સમતળ જમીન પાસે ફેકટરી બનાવવા ભારતના સંવિધાન વિરુદ્ધ કાર્યવાહી કરી છે. આ અંગે કોઈ પણ કાયદેસરની આદિવાસી સલાહકાર સમિતિ સાથે ચર્ચા કરવામાં આવી નથી.
કે તેનું રાજયપાલ દ્વારા કોઈ નોટીફિકેશન પણ કરવામાં આવ્યું નથી. સરકાર દ્વારા જમીન જાહેર હિતમાં સંપાદન કરી જીઆઇડીસી માટે આપવામાં આવેલ હતી જે જમીન હેતુફેર કરી સ્થાનિકોનો વધુ વિરોધ છતાં વેદાંતા ખાનગી કંપનીને જમીન ફાળવવામાં આવેલ છે જે પાંચમી અનુસૂચિ છે જમીન સંપાદનના કાયદા મુજબ પાંચ વર્ષમાં કોઇપણ જમીન જે હેતુ માટે લીધી હોય તે હેતુ માટે ન વપરાય તો એ જમીન જે તે માલિકને હેતુફેરથી પરત આપવાનો સરકારનો કાયદો છે જેનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થયું છે જેથી આ પ્રોજેક્ટ રદ કરવામાં માંગણી કરી છે. આદિવાસી પંચ દ્વારા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે જો વેદાંતા કંપનીનો પ્રોજેકટ શરૂ કરવામાં આવશે તો આજુબાજુના ૧૫ કિલોમીટરના કિલોમીટરનો વિસ્તારમાં આવેલ હજારો એકર ખેતી નાશ પામશે, તેમજ લોકો શ્વાસની બિમારીના શિકાર પણ થશે, જેથી આ પ્રોજેક્ટ અંગે આગામી તારીખ ૫મી જુલાઈના રોજ સ્થળ ઉપર રાખવામાં આવેલ સુનાવણીમાં પ્રોજેક્ટ રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. વધુમાં જણાવ્યું હતું કે ડોસવાડા વિસ્તારમાં આજદિન સુધી ઉકાઇ ડેમમાંથી પાણી આપવામાં આવ્યું નથી. જ્યારે ડોસવાડા ડેમનું પાણી પણ ખેડૂતોને આપવાના બદલે ઝીંક કેમિકલ વેદાંતા કંપનીને રોજના ૪.૫ કરોડ લીટર પાણીની જરૂરિયાત હોવાનું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે તાપી જિલ્લામાં ખેતી મુખ્ય આવકનું સાધન હોય આજુબાજુના ખેડૂતો પાયમાલ થઇ જઇશું અને પીવાનું પાણી પણ પીવા લાયક રહેશે નહી.આ પ્રોજેક્ટ ચાલુ થશે તો આસપાસના ૧૫ કિમીનો વિસ્તારમાં હજારો એકર ખેતી નષ્ટ પામશે.
૫મી અનુસુચિત વિસ્તારમાં નાનામોટા પ્રોજેક્ટ બનાવવામાં વાયા જે માટે જમીન સંપાદન કરવામાં આવી છે. જેવા કે (નર્મદા,ઉકાઇ,કાકરાપાર યોજના અને કાકરાપાર અણુમથક) જેના કારણે લોકો જમીન વિહોણા થઇ સ્થળાંતર થવું પડ્યું છે.આદિવાસીઅો ઘરબાર,કુટુંબ,કૃતિ-સંસ્કૃતિ અને પરંપરા વિહોણા થઇ પણ થઇ રોડ રસ્તા પર રઝળતા થઇ ગયા છે. આ પ્રોજેક્ટ થી ગંભીર કારના પર્યાવરણિય પ્રશ્નો ઊભા થયા છે કેમિકલયુક્ત કચરાનો નિકાલ કરવાનું આયોજન નથી જે માનવજાત અને જીવ સૃષ્ટિને નુકસાન કરશે.જેનો કોઇ ઉપાય નથી. ઝીંક વેદાંતા કંપનીને ત્રણથી વધુ દેશોમાંથી બ્લેકલીસ્ટ કરવામાં આવી છે. દેશમાં ગોવા,તામિલનાડુ, અોડ્ડીસા જેવાં રાજ્યોમાંથી આ કંપનીને જાકારો મળ્યો છે તો આવી કંપનીની મંજુરી આ વિસ્તારમાંથી રદ થવી જોઇએ એવી માંગ કરવામાં આવી છે. સરકારના કાયદા મુજબ કોઇ પણ કંપની આવે એ પહેલા ત્યાં વસતા લોકો પર શું અસર થશે એનો અભ્યાસ કરવો પડે છે. જે કંપનીએ કર્યો નથી એની કોઇ વિગત રીપોર્ટમાં જણાવવામાં આવી નથી વેદાન્તા રિપોર્ટમાં ૧૦ કિલોમીટરના વિસ્તારમાં ફોર્ટ કે જંગલ નથી એ તદ્દન ખોટી માહિતી આપી છે. પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે.તા.૫/૭/૨૦૨૧ ની લોક સુનાવણી અને આ પ્રોજેક્ટને રદ કરવામાં આવે તેવી આદિવાસી પંચ દ્વારા માંગ કરવામાં આવી છે. ગુજરાતમાં ઉમરગામ થી અંબાજી સુધી આદિવાસી પટ્ટો આવેલો છે આ આદિવાસી પટ્ટો ઉપર ગરીબ આદિવાસીઓ મહેનત-મજૂરી કરીને કુટુંબ કબીલા નું ભરણપોષણ કરી રહ્યા છે ત્યારે સોનગઢના ડોસવાડા ગામે સ્થપાનાર આ પ્લાન્ટ ગરીબ આદિવાસીઓ ના આરોગ્ય માટે ખૂબ જ નુકસાનકારક હોવાનું કહેવાય છે ત્યારે હંમેશા આદિવાસીઓના હીતની વાત કરનારા રાજકીય પક્ષોના નેતાઓ કેમ ચૂપકીદી સેવી બેઠા છે એવો સવાલ પણ કરવામાં આવી રહ્યો છે.