લિવર પેટની ઉપર સાઇડ સ્થિત એક અંગ હોય છે. જે તમારી પાસળીઓની અંદર હોય છે. લિવર શરીરમાં અનેક રીતે કામ કરે છે. ઘણાં ટાઇપના વિટામીન્સ અને ગ્લુકોઝને સ્ટોર કરવા અને પ્રોટીનનું નિર્માણ કરવા બ્લડ ક્લોટિંગ માટે જરૂરી માનવામાં આવે છે. જો કે હવે ઘણી બધી વસ્તુઓ એવી છે જે લિવરને ડેમેજ કરી શકે છે. જોકે લિવરના ટિશુ ફરીથી બની જાય છે. પરંતુ જો તમારું લિવર સતત ડેમેજ થઇ રહ્યું છે તો તમારે એલર્ટ થઇ જવાની જરૂર છે. તો જાણી લો આ વિશે તમે પણ…
તમને જણાવી દઇએ કે લિવર ડેમેજ થવા પાછળ શરાબનું સેવન એક મુખ્ય કારણ છે. જ્યારે શરાબને કારણે લિવર ડેમેજ થાય છે ત્યારે આને આલ્કોહલ રિલેટેડ લિવર ડિસીઝ કહેવામાં આવે છે. તો જાણી લો તમે પણ આલ્કોહોલ રિલેટેડ લિવર ડિસીઝના શું હોય છે અર્લી સાઇન.
લિવર શરીરમાં ટોક્સિક પદાર્થ તોડવાનું કામ કરે છે. આમાં શરાબનો પણ સમાવેશ થાય છે. જ્યારે તમે શરાબ પીવો છો ત્યારે લિવરમાં રહેલા અલગ-અલગ એન્જાઇમ્સ આને તોડવા માટે શરૂ કરી દે છે જેથી કરીને તમારા શરીરમાંથી બહાર નિકળી શકે. આમ, જ્યારે તમે લિવરની કેપિસિટી કરતા શરાબ વધુ પ્રમાણમાં પીવો છો ત્યારે લિવર ડેમેજ થવાના ચાન્સિસ વધી જાય છે. આનાથી તમારા લિવરમાં ફેટ વધવા લાગે છે અને સમયની સાથે જ હેલ્ધી લિવર ટિશુ ડેમેજ થવા લાગે છે અને સ્કાર ટિશુનું નિર્માણ થાય છે.
શરાબને કારણે લિવર ડિસીઝના શરૂઆતમાં કોઇ લક્ષણો જોવા મળતા નથી. જેના કારણે એ વાતનો અહેસાસ થતો નથી કે શરાબ તમારા લિવરને કેટલું ડેમેજ કરી દીધું છે. તો જાણી લો શરાબ પીવાથી લિવર ડેમેજ થાય તો કયા લક્ષણો તમને શરીરમાં જોવા મળે છે.
- લિવરમાં સોજો આવવો
- પેટના ઉપરના અને નીચેના ભાગમાં તકલીફ થવી
- થાક લાગવો
- વજન ઓછુ થવા લાગે
- ભૂખ ઓછી લાગે
- ઉલટી થાય.