સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અને યુકો બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. FD પરના આ નવા દરો 10 ફેબ્રુઆરી, 2022થી લાગુ થઈ ગયા છે. રૂ. 2 કરોડથી ઓછી રકમના સંદર્ભમાં લાગુ કરવામાં આવશે. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની વેબસાઈટ અનુસાર, બેંકમાં જમા કરાવનારા ગ્રાહકો હવે અલગ-અલગ સમયગાળામાં 2.75 ટકાથી 5.15 ટકાના દરે વ્યાજ વસૂલ કરી શકશે.
હવે 7-14 દિવસની મુદતવાળી થાપણો પર વ્યાજ દરો, 13-45 દિવસની થાપણો પર અનુક્રમે 2.75 ટકા અને 2.90 ટકા છે. 45-90 દિવસની થાપણો પર 3.25 ટકા વ્યાજ મળશે, 91-179 દિવસમાં પાકતી થાપણો પર 3.80 ટકા વ્યાજ મળશે. તેવી જ રીતે, 180 થી 364 દિવસમાં પાકતી થાપણો પર હવે 4.25 ટકા વ્યાજ મળશે. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા હવે એક વર્ષથી બે વર્ષથી ઓછા સમયની થાપણો પર 5 ટકા અને બે વર્ષથી પાંચ વર્ષ કરતા ઓછા સમયગાળાની થાપણો પર 5.10 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે.
5 વર્ષથી 10 વર્ષની વચ્ચે પાકતી થાપણો પર હવે 5.15 ટકાના દરે વ્યાજ મળશે. UCO બેંકનો મહત્તમ વ્યાજ દર 5.10 ટકા 1-3 વર્ષ વચ્ચે પાકતી રૂ. 2 કરોડથી ઓછી ડિપોઝિટ પર ઉપલબ્ધ રહેશે. વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ દર 5.60 ટકા છે. વરિષ્ઠ નાગરિકોને 3 વર્ષથી વધુ અને 5 વર્ષથી ઓછી મુદત માટે ઓફર કરવામાં આવતા વ્યાજ દરો 5.30 ટકા અને 5.80 ટકા છે.