સંયુક્ત અરબ અમીરાત એટલે કે યૂએઇમાં રમાઇ રહેલા એશિયા કપ 2022નો ત્રીજો મુકાબલો આજે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. અત્યાર સુધી બન્ને મેચ દૂબઇમાં રમાઇ હતી. આ સીઝનની પ્રથમ મેચ છે જે શારજાહના નાના મેદાન પર રમાશે. બાંગ્લાદેશની ટીમ સામે અફઘાનિસ્તાન પડકાર આપશે. અફઘાન ટીમે શ્રીલંકા વિરૂદ્ધ મોટી જીત મેળવી હતી. એવામાં આ મેચ રોમાંચક થવાની છે.
બાંગ્લાદેશની ટીમ પોતાના અભિયાનની શરૂઆત કરશે, જ્યારે અફઘાનિસ્તાનની ટીમનો ઉત્સાહ સાતમા આસમાન પર હશે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડ પાસે આ ટૂર્નામેન્ટની યજમાનીનો અધિકાર છે. શાકિબ અલ હસનની કેપ્ટન્સી ધરાવતી બાંગ્લાદેશની ટીમની વાત કરીએ તો આ ટીમે ગત કેટલીક મેચમાં સારૂ પ્રદર્શન કર્યુ છે પરંતુ અફઘાનિસ્તાનની ટીમ પણ સારી લયમાં છે. જોકે, ટીમ આયરલેન્ડ વિરૂદ્ધ સીરિઝ હારીને અહી પહોચી છે.
અફઘાનિસ્તાને બેટ અને બોલ બન્નેથી શ્રીલંકા વિરૂદ્ધ દબદબો બનાવ્યો હતો અને ટીમે એક વખત ફરી બતાવ્યુ કે તે વાસ્તવમાં સૌથી નાના ફોર્મેટમાં સારૂ પ્રદર્શન કરવાની તાકાત ધરાવે છે. એક સમયે શ્રીલંકાનો સ્કોર 75/9 હતો જેમાં રાશિદ ખાને એક વિકેટ પણ લીધી નહતી. ટીમ 105 રન બનાવી શકી હતી પરંતુ રાશિદ ખાન ખાલી હાથે પરત ફર્યો હતો, 4 ઓવરમાં માત્ર 12 રન જ આપ્યા હતા અને દબાણને કારણે શ્રીલંકાની ટીમ વિકેટ ગુમાવતી રહી હતી.
મહત્વપૂર્ણ છે કે અફઘાનિસ્તાન વિરૂદ્ધ બાંગ્લાદેશને આ મેચમાં નાના-મોટા અંતરથી જીત મળે છે તો પણ અફઘાનિસ્તાનની ટીમનું સુપર 4 સુધી પહોચવાનું નક્કી માનવામાં આવી રહ્યુ છે, કારણ કે મોહમ્મદ નબીની કેપ્ટન્સી ધરાવતી ટીમનો નેટ રન રેટ+ 5.176 છે અને તે સુપર 4માં પહોચવા માટે વધુ મહેનત નહી કરવી પડે. જોકે, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં કોણ આગળ જશે, આ જોવાની વાત હશે.
એશિયા કપ માટે બન્ને સંભવિત ટીમ આ રીતે છે
બાંગ્લાદેશ- મોહમ્મદ નઇમ, અનામુલ હક, શાકિબ અલ હસન (કેપ્ટન), અફિક હુસૈન, મુશ્ફિકુર રહીમ (વિકેટ કીપર), મહમદૂલ્લાહ, સબ્બીર રહમાન, મહેદી હસન, મોહમ્મદ સૈફુદ્દીન, નસુમ અહમદ, મુસ્તફિઝુર રહમાન
અફઘાનિસ્તાન- હજરતુલ્લાહ જજઇ, રહમાનુલ્લા ગુરબાજ (વિકેટ કીપર), ઇબ્રાહીમ જદરાન, નજીબુલ્લાહ જદરાન, કરીમ જનત, મોહમ્મદ નબી (કેપ્ટન), રાશિદ ખાન, અજમતુલ્લાહ ઓમરજઇ, નવીન-ઉલ-હક, મુજીબ ઉર રહમાન, ફઝલહક ફારૂકી