આ ફોન Infinix કંપની તરફથી છે, જે બહુ જલદી પોતાનો પહેલો પ્રીમિયમ સ્માર્ટફોન Infinix Zero Ultra 5G લોન્ચ કરી શકે છે. લીક્સ અનુસાર આ ફોનમાં 200 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો અને 180W નુ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળી શકે છે. જો આ વાત સાચી સાબિત થશે તો Infinix Zero Ultra 5G મોટોરોલો બાદ 200 મેગાપિક્સલ વાળો બીજો સ્માર્ટફોન કહેવાશે. મોટોરોલાએ Moto X30 Pro માં 200 મેગાપિક્સલનો કેમેરા સેટઅપ આપ્યો છે. કહેવાઇ રહ્યુ છે કંપની આ ફોનને આગામી મહિના સુધીમાં લૉન્ચ કરી દેશે.
સ્પેશિફિકેશન્સ
એક ટેક એક્સપર્ટે દાવો કર્યો છે કે Infinix Zero Ultra 5G ફોન જલદી ભારતમાં અને ગ્લૉબલ માર્કેટમાં લૉન્ચ કરવામાં આવશે. જોકે, Infinix Zero Ultra 5Gની કિંમત વિશે હજુ સુધી કોઇ ખુલાસો લીક્સ કે અધિકારિક રીતે નથી થયો, પરંતુ લીક્સમાં આની સ્પેશિફિકેશન્સ સામે આવી ચૂકી છે. Infinix Zero Ultra 5G ફોનમાં 6.7 ઇંચની કર્વ્ડ એમોલેડ એચડી ડિસ્પ્લે આપવામાં આવી શકે છે, જે પંચ હૉલની સાથે આવી શકે છે. Infinix Zero Ultra 5G ફોનમાં સ્નેપડ્રેગનનું લેટેસ્ટ પ્રૉસેસર મળી શકે છે. Infinix Zero Ultra 5Gમાં ત્રિપલ કેમેરા સેટઅપ મળવાની શક્યતા છે, જેમાં 200 મેગાપિક્સલ પ્રાઇમરી સેન્સર અને પોટ્રેટ ટેલીફોટો કેમેરા અને મેક્રો લેન્સ પણ સામેલ હોઇ શકે છે. ફોનના ફ્રન્ટમાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો મળી શકે છે. Infinix Zero Ultra 5G માં 8 જીબીની રેમની સાથે 256 જીબીનુ સ્ટૉરેજ આપવામાં આવી શકે છે. ફોનને એન્ડ્રોઇડ 12 આધારિત XOS 10ની સાથે લૉન્ચ કરવામાં આવી શકે છે. Infinix Zero Ultra 5Gમાં 4,700mAhની બેટરી સાથે 180W ના ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ પણ મળી શકે છે. સાથે જ Infinix Zero Ultra 5Gમાં સિક્યૂરિટી માટે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવી શકે છે.