ભારત સહિત સમગ્ર વિશ્વમાં એનરોઈડ મોબાઈલનો ઉપયોગ બેફામ રીતે વધી રહ્યો છે. આ સાથે જ યુઝર્સ દ્વારા ઈન્ટરનેટનો ઉપયોગ કરી પોતાના કામકાજ કરવામાં આવી રહ્યા છે. જો કે, આ સુવિધા સાથે કેટલીક એપમાં જોખમ પણ રહેલા છે. આ વિશે યુઝર્સે પોતે જ સજાગ થવું પડે તેમ છે. ભારતમાં એપ્લિકેશનને નામે ઠગાઈના કિસ્સા પણ વધી રહ્યા છે. કેટલાક રાજ્યોમાં તો સાઈબર ક્રાઈમના ડીટેકશન માટે પોલીસે સ્પેશિયલ ટીમની રચના કરવી પડી છે. સાઈબર સિક્યોરિટી ફર્મ ટ્રેંડ માઈકોએ બધા એન્ડ્રોઈડ યૂઝર્સને શેર ઈટ એપ ડિલિટ કરવા તાકીદ કરી છે. સાઈબર સિક્યોરિટી ફર્મ ટ્રેંડ માઈકોએ તેના અહેવાલમાં ઉલ્લેખ કર્યો છે કે, અત્યારે આ એપમાં કેટલાક જોખમ જણાયા છે. તેથી આ વિશે એપ બનાવનારને જાણ કરી દેવાઈ છે. જ્યાં સુધી ડેવલપર તેના સિક્યોરિટી ઈશ્યૂને સોલ્વ નથી કરતા ત્યાં સુધી આ એપનો ઉપયોગ તમારા માટે એટલે કે યુઝર્સ માટે જોખમી નિવડી શકે છે.
કેટલાક સમયથી હેકર્સ ભારે સક્રિય છે. તેથી આ એપ.ના માધ્યમથી તમારો સેન્સેટિવ ડેટા ચોરી શકવમાં હેકર્સને સરળતા રહે તેમ છે. કંપનીએ આ વિશે શેર ઈટથી લઈ ગૂગલ સુધી જાણકારી આપી દીધી છે. વધુમાં કંપનીએ જાતે જ યૂઝર્સને એલર્ટ કરવા માટે જાહેરાત કરવાની નોબત આવી છે. ટ્રેંડ માઈકોનું કહેવુ છે કે અમે શેર ઈટને પણ સમસ્યાની જાણ કરી છે છતાં કોઈ રિસ્પોન્સ આવ્યો નથી. તેથી ત્રણ મહિના બાદ અમે આ વિશે જાહેરમાં સ્પષ્ટતા કરવા માંડ્યા છે. આ એપને ફોનમાંથી ડિલિટ કરવામાં આવે તે આવશ્યક છે. જો આમ નહીં કરો તો તમારો પર્સનલ ડેટા ચોરી થવાની શક્યતા છે.
ટ્રેંડ માઈકોએ ગૂગલને એલર્ટ કરી દીધુ છે. જોકે ગૂગલે તેને હજી સુધી પ્લે સ્ટોરમાંથી હટાવી નથી. જેને કારણે સામાન્ય યુઝર્શને તેનો ખ્યાલ નથી રહેતો. નવા યુઝર્સ તેને ડાઉન લોડ કરી દે છે. હાલમાં આ એપના એક અરબથી વધારે યૂઝર્સ છે. તે 2019માં સૌથી વધુ ડાઉનલોડ થનારી એપ તરીકે નોંધાઈ હતી. ભારતમાં ટિકટોકની સાથે શેર ઈટ અને બીજી ઘણી ચીની એપને નવેમ્બર 2020થી બેન કરી દેવાઈ છે.