ભારત સહિત દુનિયાના અનેક દેશમાં ગાયને ઉછેરીને તેનું પાલન કરાય છે. તેના દૂધ થકી આવક મેળવીને કરોડો લોકો રોજગારી પણ મેળવે છે. શોર્પશીલમાં એક ગાયનું એટલી કિંમતે વેચાણ થયું કે, મોંઘીદાટ કાર કરતા પણ તેની કિંમત વધુ રહી હતી. આ ગાય તેની કિંમતને કારણે જ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. વર્ષ 2014માં પૉશ સ્પાઇસ નસલની ગાય 1,31,250 પાઉન્ડમાં વેચાઇ હતી. પરંતુ હવે આ નસલની ગાયની કીંમતમાં અનેકઘણો વધારો થયો છે. લગભગ બે ગણી વધારે કિંમતે તેનું વેચાણ થઈ રહ્યું છે. બ્રિટીશ લિમ્યુસીન કેટલે સોસાયટીના બ્રીડ સેક્રેટરી વીલ કેટલની હાજરીમાં ગાયની હરાજી કરવામાં આવી હતી. જેમાં એક ગાયના 2.61 કરોડ રૂપિયા જે તે પશુપાલકને મળ્યા હતા. Shropshireમાં જન્મેલી આ ગાયની ઉંમર માત્ર 4 મહિના જ છે. તેની નીલામી 262,000 પાઉન્ડમાં થઇ છે. જેની ભારતીય ચલણમાં ગણતરી કરાય તો 2.61 કરોડ રૂપિયા થાય છે. આ ગાયનો માલિક ક્રિસ્ટીન વિલિયમ્સ હતો. ગાયના વેચાણ થકી મોટી રકમ મળતા તે ખૂબ ખુશ થઈ ગયો હતો. ક્રિસ્ટીન વિલિયમ્સે કહ્યું હતુ કે, ગાયના વેચવાથી તેને જે રકમ મળી છે, તે કદાચ આખી જીંદગીમાં પણ કમાઈ શકત નહીં. આ ગાયની કિંમતે આખા યૂરોપિયનનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. એટલે કે યૂરોપ અને બ્રિટેનમાં અત્યાર સુધીમાં આ ગાય સૌથી વધુ ભાવે વેચાતી હતી.