ડાયાબિટીસ જેવી બીમારી ભારતમાં જ નહિં પરંતુ પૂરા વિશ્વમાં ઘણા બધા લોકો આનાથી પીડાતા હોય છે. જો કે અત્યાર સુધી ડાયાબિટીસનો કોઇ ઇલાજ મળી શક્યો નથી. આ માટે ડોક્ટરો શુગર લેવલને કંટ્રોલમાં કરવાની દવા આપતા હોય છે. આ સાથે જ જે વ્યક્તિને ડાયાબિટીસ હોય છે એમને એમની જીવનશૈલીમાં અનેક રીતના ફેરફાર કરવા ખૂબ જરૂરી છે. આમ, જો તમને ડાયાબિટીસ છે અને તમે આ ફળો ખાઓ છો તો તમારે તરત જ બંધ કરી દેવા જોઇએ.
હંમેશા ડાયાબિટીસના દર્દીઓને સલાહ આપવામાં આવે છે કે ફળોનું સેવન કરવું જોઇએ નહિં, જેમાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ઓછુ હોય છે. તેમ છતા પણ ડાયાબિટીસના ઘણાં ખરા દર્દીઓ ફળોનું સેવન કરતા હોય છે. જો કે જીઆઇ એ દર્શાવે છે કે શરીરમાં કાર્બોહાઇડ્રેટ યુક્ત આહાર તમારા શરીરમાં બ્લડ શુગર લેવલ પર અસર કરે છે. ઉચ્ચ જીઆઇ ફળોમાં કેળા, સંતરા, કેરી, કિશમિશ, ખજૂર, નાશપતીનો સમાવેશ થાય છે જ્યારે ઓછા જીઆઇ ફળોમાં જાંબુ, રાસબરી, કીવી અને દ્રાક્ષનો સમાવેશ થાય છે. ડાયાબિટીસ જરૂરી પોષક તત્વો માટે ગ્લાઇસેમિક ઇન્ડેક્સ એટલે કે ઓછા જીઆઇના ફળોનું સેવન કરી શકો છો.
આમ, જો તમને ડાયાબિટીસ છે તો તમારે સાંજના સમયનું જમવાનું વહેલુ કરી દેવું જોઇએ. સાંજના સમયે વહેલા જમવાથી તમને અનેક બીમારીઓમાં ફાયદો થાય છે. તમને ડાયાબિટીસ છે અને તમે ઇન્સ્યુલિન લો છો તો તમારે ઘઉંની જગ્યાએ રાગીનું સેવન કરવું જોઇએ. આ સાથે જ જમવામાં તમારે અનાજ, ફળ, શાકભાજી, બીન્સ અને દાળનું સેવન કરી શકો છો. જો કે ઉચ્ચ જીઆઇનો ખોરાક તમે ક્યારેક-ક્યારેક ખાઇ શકો છો. આ માટે તમારે સંપૂર્ણ આહાર બંધ કરવાની જરૂર નથી. આ સાથે જ તમને જણાવી દઇએ કે ચોકલેટ કેકનું જીઆઇ ઓછુ હોય છે પરંતુ તમે એનું સેવન કરો છો તો એ તમારી માટે હાનિકારક છે.