ફિનટેક સ્ટાર્ટઅપ કંપની Bharat Peએ સારા એન્જિનિયર્સને આકર્ષવા માટે ખાસ યોજના બનાવી છે. જેમાં કંપની દ્વારા ઉમેદવારની નોકરી લાયક ગણ્યા બાદ મોંઘીદાટ બાઈક આપવામાં આવી રહી છે. કંપનીએ આ યોજનામાં વિશેષ બાઈક પેકેજ તૈયાર કર્યા છે. જેમાં જુદી જુદી કેટગરી પ્રમાણે પાંચ જુદી જુદી બાઈક છે. કંપની 100થી વધુ લોકોને નોકરી પર રાખવા વિચારી ચુકી છે. ભારતમાં Bharat Peની ઓળખ ફિનટેક સ્ટાર્ટઅપ કંપની તરીકે છે. આ કંપની ટૂંકા સમયમાં ઝડપથી વિસ્તરવાની નેમ રાખે છે. તેથી તેને નવા એન્જિનિયર્સ અને કર્મચારીઓની જરૂર છે. BharatPe ઝડપથી વિસ્તરી રહી છે. તેથી કંપનીને નવા એન્જિનિયર્સ અને કર્મચારીઓની જરૂર હોવાથી આ ઓફર અપાતા અન્ય કંપનીમાં અત્યાર કામ કરતા કર્મચારીઓ પણ આકર્ષાય તેમ છે.
બાઇક પેકેજ ઉપરાંત કંપનીએ ગેજેટ પેકેજ પણ અમલી બનાવવા વિચાર્યું છે. BharatPeએ માત્ર બાઈક શોખીનોનું જ ધ્યાન નથી રાખ્યું પરંતુ ગેજેટ્સના શોખીનો માટે પણ અલગ ‘ગેજેટ પેકેજ’ આપવા જઈ રહી છે. તેમાં નવા કર્મચારીઓને Bose Headphone, Apple iPad Pro, Harman Kardon Speaker અને Samsung Galaxy Watch જેવા ગેજેટ્સ આપવામાં આવશે. આ યોજનામાં પણ કર્મચારી પોતાના માટે ગેજેટ પસંદ કરી શકશે. આવી જ રીતે જે લોકોને તંદુરસ્તી માટે કસરત કરાવવા Firefox Typhoon 27.5D જેવી સાયકલને આપવા જાહેરાત થઈ ચુકી છે. વર્ક ફ્રોમ હોમમાં કામ કરતા કર્મચારીઓને ઘરે કામ કરવા માટે WFH Desk and Chair પણ આપવામાં આવશે.
ટેક સ્ટાર્ટ અપ કંપનીમાં હવે લાયકાત મુજબ નોકરી મેળવનારને નોકરી શરુ થતાંની સાથે જ બોનસ તરીકે BMW, KTM, Royal Enfield જેવી બાઈક્સ આપવામાં આવશે. મળતી વિગતો મુજબ દિલ્હીમાં KTM RC 390ની એક્સ શો રૂમની કિંમત રૂપિયા 2.77 લાખ છે. જ્યારે BMW G310R ની શો રૂમ કિંમત પણ 2.50 લાખ રૂપિયાથી શરૂ થાય છે. Royal Enfield Himalayanની કિંમત પણ બજારમાં આશરે 2 લાખ રૂપિયા આસપાસ છે.
આ તમામ બાઈક લક્ઝરી કેટેગરીની છે
. દેશમાં પ્રતિભાવંત અને હોંશિયાર એન્જિનિયર તથા કારીગરોને આકર્ષવા માટે કંપનીએ ઓફર આપવાનો નિર્ણય કર્યો છે.
જોઈનિંગ દરમિયાન બાઈકોમાં ઓપ્શનની પસંદગી આપવામાં આવશે. જેમાં BMW G310 R, KTM Duke 390, Jawa Perak, KTM RC 390 અને Royal Enfield Himalayan જેવી બાઈકને કર્મચારી પસંદ કરી શકશે.