અંગ્રેજના આગમન પહેલાં ભારતનો સમગ્ર વિસ્તાર અનેક પ્રદેશ અને રાજા રજવાડાઓમાં વિભાજિત હતો. મોંગલોના આક્રમણ બાદ તેના હિસ્સા પણ વધતા રહ્યા, જો કે, રાજારજવાડાના સમયથી ભારતમાં મંદિરો સાથે મહેલો અને કિલ્લાઓનું નિર્માણ થતું રહ્યું હતુ. આજે પણ આ ઐતિહાસિક ઈમારતોમાંથી અનેક હયાત છે. ભારત સરકારે આ પૈકીની કેટલીક ઈમારતોને હેરીટેજ તરીકે જાહેરાત કરીને તેની જાળવણી કરવાનો નિર્ણય કર્યો છે. કેટલાક કિલ્લાઓ સેંકડો વર્ષ જુના છે. આ ઈમારતોના બાંધકામ વિશે હજી કોઈ જાણતું નથી. અહીં હાજર ઘણા કિલ્લાઓ પણ કોઈક કારણસર તેને રહસ્યમય ગણાવે છે. કિલ્લાઓને ભારતના સમૃદ્ધ ભૂતકાળનું પ્રતીક માનવામાં આવે છે. આ પૈકીનો એક કિલ્લો રાજસ્થાનના મેહરાનગઢ કિલ્લો તરીકે ઓળખાય છે. ભારતના સૌથી પ્રાચીન કિલ્લામાં ગણાતો આ સૌથી મોટો પણ છે. 15મી સદીમાં રાવ જોધા જોધપુરના 15મા શાસક બન્યા હતા. જે બાદ તેમને લાગ્યું કે મંડોરનો કિલ્લો તેમના માટે સુરક્ષિત નથી. તેથી રાવ જોધાએ પોતાના તત્કાલીન કિલ્લાથી એક કિલોમીટર દૂર ટેકરી પર કિલ્લો બનાવવા વિચાર કર્યો. તે સમયે ત્યાં ટેકરી પર મોટી સંખ્યામાં પક્ષીઓ રહેતા હતા. તેથી તે ટેકરી ‘ભોર ચિડિયાટૂંક’ તરીકે ઓળખાતી હતી.
15મી સદીમાં રાવ જોધાએ આ કિલ્લાનું ખાતમૂહૂર્ત કર્યું હતુ. જો કે, તે પછી મહારાજ જસવંતસિંહે તેનું નિર્માણકાર્ય પૂર્ણ કર્યું હતું. રાજસ્થાનના જોધપુર શહેરની મધ્યમાં સ્થિત આ કિલ્લો લગભગ 25 મીટરની ઉંચાઈએ બન્યો છે. કિલ્લાના પહેલા દરવાજા પર, હાથીઓના હુમલોથી બચાવવા માટે અણીદાર ખિલ્લા લગાડાયા હતા. કિલ્લાની નજીક ચામુંડા માતાનું મંદિર છે, જે રાવ જોધા દ્વારા 1460 ઇ.સમાં બનાવવામાં આવ્યું હતું. અહીં નવરાત્રી દરમિયાન વિશેષ પૂજા અર્ચના કરાય છે. કહેવાય છે કે, આઠ દરવાજા અને અસંખ્ય સ્તંભ તેમજ ઉંચી દિવાલોથી ઘેરાયેલા આ આ કિલ્લામાંથી આખું પાકિસ્તાન દેખાય છે. પરંતુ આ કિલ્લાનો આઠમો દરવાજો ખૂબ રહસ્યમય છે. જોકે આ કિલ્લાના ફક્ત સાત દરવાજાને હજૂ સુધી જોઈ શકાયા છે, પરંતુ અહીં આઠમો દરવાજો પણ છે. આ દરવાજા અંગે હજી પણ રહસ્ય સર્જાયું છે. મેહરાનગઢ કિલ્લામાં ઘણાં ભવ્ય મહેલો છે. કોતરણી કામથી તૈયાર કરાયેલા દરવાજા અને જાળીવાળી બારીઓ છે. જેમાં મોતી મહેલ, ફૂલ મહેલ, શીશ મહેલ, સિલેહ ખાના અને દૌલત ખાના ખૂબ જ વિશેષ છે.