દુનિયામાં કોરોના વાયરસની વધી રહેલી ચિંતા વચ્ચે હવે મોટાભાગના દેશમાં રશીકરણ માટે આયોજન થવા માંડ્યા છે. દરમિયાન જાપાનમાં કોરોનાના માર સાથે જ બર્ડ ફ્લૂનો પ્રકોપ વધી જતાં નાગરિકોની મુશ્કેલી વધવા સાથે સરકાર ચિંતામાં મુકાઈ ગઈ છે. જાપાનમાં કોરોનાનો પ્રકોપ હજી પુરેપુરો શમ્યો નથી ત્યાં હવે બર્ડ ફ્લૂનો ફેલાવો થઈ રહ્યો છે. આ રોગચાળાએ પણ જાપાનમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. કોરોનાની બીજી લહેર વચ્ચે જ બર્ડ ફ્લૂની આફતથી પ્રશાસનની દોડધામ વધવા સાથે પ્રજામાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે. ચિબા પ્રાંત પહેલા જાપાનના કાગવા, ફુકુઓકા, હયોગો, મિયાજાકી, હિરોશિમાં, નારા, ઓઈતા, વકાયમા અને કોચિમાં બર્ડ ફ્લૂ ફેલાયો છે.
તેથી બર્ડ ફ્લૂના પ્રસારને રોકવા માટે અત્યાર સુધીમાં 34 લાખ મરઘીને મારી નંખાઈ છે. બર્ડ ફ્લૂને રોકવા માટે જાપાનના ચિબા પ્રાંતમાં 11 લાખ મરઘીઓની મારી નાખવાનો નિર્ણય કરાયો છે. જાપાનમાં બર્ડ ફ્લૂએ એવા સમયે ફેલાવવાનું શરૃ કર્યું છે જ્યારે કોરોના વાયરસનો પ્રકોપ પણ ચાલી રહ્યો છે. જાપાનમાં અત્યાર સુધી 2 લાખ 6 હજાર 139 લોકો કોરોનાની ચેપટમાં આવી ચુક્યા છે. જયારે 3050થી વધારે લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. મળતા અહેવાલો મુજબ જાપાનના ચિબા પ્રાંતમાં અનેક પોલ્ટ્રી ફાર્મ આવેલા છે. જયાં 11 લાખ 60 હજાર મરઘીઓ છે. ચિબા જાપાનનો 13મો એવો વિસ્તાર છે જ્યાં ખૂબ જ ઝડપથી બર્ડ ફ્લૂ ફેલાઈ રહ્યો છે. તેથી અહીં બર્ડ ફ્લૂને ફેલાતો અટકાવવા માટે આ તમામ મરધી મારી નાખવામાં આવશે. બર્ડ ફર્ડ ફ્લૂ ફેલાતો રોકવા માટે જાપાનના ચિબા પ્રાંતમાં 10 કિલોમીટરના વિસ્તારને પૂરી રીતે પ્રતિબંધિત કરી દેવાયો છે. આ સાથે જ વિસ્તારમાં ચિકન અને ઇંડા મોકલવા પર પ્રતિબંધ લદાયો છે. હાલમાં જ બર્ડ ફ્લૂનો પ્રકોપ બ્રિટન, નેધરલેન્ડ, ઉત્તરી જર્મની અને બેલ્જિયમમાં પણ દેખાયો હતો. જાપાનમાં છેલ્લા 4 વર્ષમાં વર્ષ 2016 બાદ ગયા વર્ષે બર્ડ ફ્લૂથી સૌથી વધારે અશર શિકોકૂ દ્વીપના કાગવા પ્રાંતમાં થઈ હતી. આ પ્રાંત ક્યૂશૂ દ્વિપથી નજીક છે. હવે ફરી એકવાર બર્ડ ફ્લૂના જોખમ વચ્ચે ચિબા પ્રાંતના પોલિટ્રી ફાર્મની મરઘીઓને મારવામાં આવશે.