ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મળી રહેલી લોકપ્રિયતા જોઈ ભાજપના નેતા પણ આશ્ચર્યમાં છે. યુપીની ચૂંટણી પહેલાં યોગીની સોશિયલ મીડિયા પર બહુ લોકપ્રિયતા નહોતી પણ યુપીમાં જીત્યા પછી તેમના ટ્વિટર ફોલોઅર્સ વધવા માંડ્યા છે. યોગીએ ટ્વિટર પર ફોલોઅર્સની રેસમાં રાહુલ ગાંધીને પણ પાછળ છોડી દીધા છે. યોગી આદિત્યનાથના ફોલોઅર્સનો આંકડો 2.15 કરોડને વટાવી ગયો છે. રાહુલ ગાંધીના ફોલોઅર્સની સંખ્યા 2.14 કરોડ છે.

ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે, યોગી પણ મોદીના રસ્તે આગળ વધી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર છવાઈ જવાની વ્યૂહરચના અપનાવી રહ્યા છે. ભાજપનાં સૂત્રોનો તો એવો દાવો પણ છે કે, યોગી ભવિષ્યમાં મોદીને પાછળ છોડવાના ટાર્ગેટ સાથે મચી પડ્યા છે. મોદીના અત્યારે 5 કરોડ ફોલોઅર્સ છે એ જોતાં યોગી માટે દિલ્હી બહોત દૂર છે.
યોગી સોશિયલ મીડિયા પર લોકપ્રિયતામાં મોદીને તો પાછળ છોડી શકે તેમ નથી પણ સ્મૃતિ ઈરાની, નીતિન ગડકરી વગેરે કેન્દ્રીય મંત્રીઓને ચોક્કસ પાછળ છોડી દીધા છે