આશ્ચર્ય ગણાય એવી ઘટના બ્રિટનમાં પ્રકાશમાં આવી છે. સામાન્ય રીતે મહિલા શારીરિક સબંધ બાંધે એ બાદ જ ગર્ભવતી થઇ શકે છે. પરંતુ અહીં એક મહિલા સેક્સ કર્યા વિના જ પ્રેગનન્ટ થઇ હોવાના હેવાલને પગલે ડોક્ટરો પણ દંગ રહી ગયા છે. હિન્દી ફિલ્મોમાં બને છે એમ યુવતી મા બનવાની છું એમ કહે એટલે તે ક્યાં તો કોઇના પ્રેમમાં હોવી જોઇએ કે કોઇએ તેને શારીરિક સબંધ બાંધવા ફસાવી હોવી જોઇએ એવા વિચાર તરત આવી જાય. પરંતુ દર વખતે એવું ન પણ હોઇ શકે, એ વાત કોઇ માનવા તૈયાર જ હોતું નથી. એ તો સત્ય છે કે શારીરિક સબંધ બાંધ્યા વિના કોઇ પણ મહિલા પ્રેગનન્ટ થઇ શકે નહીં. એ સંજોગોમાં કોઇ પણ મહિલા મેં માં બનને વાલી હૂં એમ કહે એટલે તે જો પરણેલી ન હોય તો તેના કોઇની સાથે સબંધ હશે જ એવી વાતો શરૂ થઇ જતી હોય છે. છતાં આ દુનિયા અનોખી છે, તેમાં કંઇ પણ થઇ શકે એવું માનવા માટે મજબુર કરે એવી ઘટના બ્રિટનમાં નોંધાઇ છે. અહીંની એક યુવતીએ એવો દાવો કર્યો છે કે તે કોઇ પણ જાતના શારીરિક સબંધ બાંધ્યા વિના જ ગર્ભવતી થઇ ગઇ છે !
બ્રિટનના પોર્ટ્સમાઉથમાં રહેતી 28 વર્ષની નિકોલ મોરેએ એવો દાવો કર્યો છે કે તે થોડા વર્ષો પહેલાં સેક્સ કર્યા વિના જ પ્રેગનન્ટ થઇ ગઇ હતી. સોશ્યલ મીડિયામાં તેણે તેની અજીબ કહાની રજુ કરી છે. એ મુજબ કેટલાક વર્ષો પહેલાં તે બોયફ્રેન્ડ સાથે ડેટ કરી રહી હતી. એ દરમ્યાન એક દિવસ તેનો જીવ ડહોવાતો લાગ્યો. તેને ચક્કર પણ આવવા માંડ્યા હતા. એ ઓછું હોય એમ થોડા સમયમાં છાતીમાં બળતરા પણ થવા માંડી હતી. ટૂંકમાં કશું સુઝ ન પડે એવી બેચેની અનુભવવા માંડી હતી. આ લક્ષણ એમ તો ગર્ભવતી મહિલાઓમાં શરૂઆતના તબક્કામાં જણાતા હોય છે. પરંતુ નિકોલ તો એવા કોઇ સબંધ રાખતી ન હતી, તેથી તેને અજીબ લાગ્યું. પરંતુ તેના મિત્રોએ તેને પ્રેગનન્સી ટેસ્ટ કરાવવા માટે કહ્યું અને તેણે એ સલાહ મુજબ ટેસ્ટ કરાવ્યો તો તેનું રીઝલ્ટ પોઝીટીવ આવ્યું હતું.
નિકોલ ખરેખર તો વર્જિન હતી. તે તેના બોયફ્રેન્ડ સાથે શારીરિક સબંધ બાંધી શકતી જ ન હતી. તેઓ બંને એકરૂપ થવા માટે અનેક રીત અજમાવતા હતા, પરંતુ એમ કરી શકતા ન હતા. નિકોલ પોતે કહે છે કે અનેક કોશિષ છતાં સેક્સ કરી શકતી ન હતી. ખૂબ જ દુઃખાવો થતો હોવાને કારણે તે શારીરિક સબંધ બાંધી શકતી ન હતી. જો કે જ્યારે પ્રેગનન્સી ટેસ્ટ કરાવ્યો ત્યારે ડોક્ટરોએ ચેકઅપ કરતાં જણાયું કે નિકોલ તો વેજિનીસ્મસ ડીસીઝથી પીડાય છે. આ બિમારીમાં યોનીમાર્ગના સ્નાયુઓ સંકડાઇ જતા હોય છે અને તેને કારણે સબંધ બનાવવા અશક્ય થઇ જતા હોય છે.
નિકોલે એવો દાવો કર્યો કે ડોક્ટરો અને નર્સ પણ એ જાણીને દંગ રહી ગયા હતા કે તે સબંધ બાંધ્યા વિના જ ગર્ભવતી થઇ ગઇ હતી. જો કે પાછળથી કેટલાક ટેસ્ટ અને સેકન્ડ ઓપિનિયન લેવામાં આવ્યા, ત્યારે જણાયું કે સેક્સ નહીં કરવા છતાં સ્પર્મ યોનીમાર્ગમાં પ્રવેશી જાય તો પ્રેગનન્ટ થઇ જવાય છે. મતલબ કે મહિલાને લાગે કે તે સેક્સ કરતી નથી, તે પૂર્ણ સબંધ બાંધતી નથી, પરંતુ એ સમય દરમ્યાન સ્પર્મ યોનીમાર્ગમાં પોતાનો માર્ગ શોધી લે અને મહિલા ગર્ભવતી થઇ શકે છે.