રાજ્ય દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાનના જોખમનો સામનો કરી રહ્યું છે. હાલ તોફાનની ઝડપ 40 કિમી પ્રતિ કલાક છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં લો પ્રેશર એરિયા ડિપ્રેશનમાં ફેરવાઈ જશે.
દરિયાકાંઠે તીવ્ર પવનની અપેક્ષા
દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં હવાના દબાણને કારણે રાજ્યમાં ચક્રવાતનો ખતરો ઉભો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, લક્ષદ્વીપ નજીક સર્જાયેલું હવાનું દબાણ આવતીકાલે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. આ દબાણ બાદ રાજ્યમાં 12મી જૂનથી 14મી જૂન સુધી વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા છે. વાવાઝોડાની અસર 13 જૂને જોવા મળશે. સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. વાવાઝોડા બાદ દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાવાની શક્યતા છે.
રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા
વાવાઝોડાની શરૂઆતની દિશા મુંબઈ અને રત્નાગીરી તરફ હોવાની શક્યતા છે. જો કે, ચક્રવાત 13 જૂનની આસપાસ ગુજરાતના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રમાં 13 જૂને ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. ગુજરાતના દરિયાકાંઠે 13 થી 14 જૂન દરમિયાન ચક્રવાતનો ખતરો છે. જો વાવાઝોડું તૂટશે તો તે પાકિસ્તાનના કરાચી તરફ આગળ વધી શકે છે.
દરમિયાન, દરિયાકાંઠાની નજીક પવનની ઝડપ 50 થી 100 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના છે. આ સાથે રાજ્યમાં પવન સાથે વરસાદની પણ શક્યતા છે. રાજ્યમાં 15 જૂન સુધી ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને મધ્ય-ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના છે. આ સાથે બનાસકાંઠા અને સાબરકાંઠા, સુરત, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.