ધરમપુરના અંતરિયાળ સીગરમાળ ફળિયાના પાથરપાડા ગામના એક ગરીબ આદિવાસી દિકરી ને શ્વાસની નળીમાં કોઈક ફળનું બી ફસાઈ જતા એને શ્વાસની તકલીફ થવા માંડી હતી. મા બાપ તુરંત એને ધરમપુર ની સાઈનાથ હોસ્પિટલમાં લઈ ગયા હતા. સર્પદંત ના નિષ્ણાત ડોક્ટર ડી સી પટેલે પરિસ્થિતિની ગંભીરતા પારખી તુરંત શ્વાસ નદીમાં ટ્યુબ નાખી વલસાડના ઝેનિથ ડોક્ટર હાઉસમાં ઓક્સિજન અને સ્ટાફ સાથે મોકલી આપી હતી.

વલસાડ બાળકી પહોંચી ત્યારે એના ધબકારા ફક્ત 30 હતા અને ઓક્સિજન લેવલ ઘટીને 30 ટકા થઈ ગયું હતું. ડોક્ટરોની ટીમે તુરંત નિર્ણય લઈને શ્વાસ નળીની દૂરબીનથી તપાસ કરવાનું નક્કી કર્યું હતું. ડો મિતેશભાઇએ અને એનેસ્થેટિસ્ટ ડો ગૌતમભાઈએ આ અતિ મુશ્કેલ કામ હાથમાં લીધું હતું. પ્રોસિજર દરમિયાન બાળકીની પરિસ્થિતિ હજુ બગડી શકે અને મૃત્યુ શુદ્ધ થઈ શકે એવું હતું. આ જોખમી અને જટિલતા ભર્યા ઓપરેશન દરમિયાન ઓક્સિજન લેવલ ૨૦ ટકા સુધી પહોંચી ગયું હતું અને ધબકારા 20 ની આસપાસ ચાલતા હતા. બાળકી મૃત્યુની નજીક નજીક હતી એમ કહીએ તો પણ ખોટું નહીં. ખૂબ જ મહેનત બાદ બી કાઢી નાખવામાં ડોક્ટર મિતેશ મોદી ને સફળતા મળી હતી, ત્યારે ડોક્ટરોની ટીમ અને ઓપરેશન થિયેટરમાં જીવ આવ્યો હતો અને સૌના ચહેરા પર હાશકારો ફરી વળ્યો હતો. બી કાઢ્યા બાદ થોડી મિનિટોમાં જ બાળકીની પરિસ્થિતિમાં સુધારો થવા માંડ્યો હતો. હાલમાં બાળકીનું ઓક્સિજન લેવલ અને ધબકારા નોર્મલ સ્થિતિમાં છે. બાળકી હમણાં આઇસીઓમાં દેખરેખ અને સારવાર હેઠળ છે.
દર્દીની આર્થિક પરિસ્થિતિ અત્યંત નબળી હોવાથી ડો મિતેશભાઇએ પોતાનો પ્રોસિઝરનો અને સારવારનો તેમજ ડો ગૌતમભાઈએ પોતાનો એન એસ થીસિયાનો કોઈપણ પ્રકારનો ચાર્જ ન લેવાનું હોસ્પિટલને જણાવ્યું. હોસ્પિટલે પણ પોતાનું પોતાનું બિલ ન લેવાનો નિર્ણય લીધો છે. દીકરીનો જીવ બચી જવાથી અને હોસ્પિટલના આ નિર્ણયથી દર્દીના માતા-પિતાના ચહેરા પર હર્ષના આંશુ હતા.
ડોક્ટર કુરેશી એ ડોક્ટર ડે નાં દિવસે આવી અમૂલ્ય સેવા બદલ ડોક્ટર મિતેશ મોદી અને ડોક્ટર ગૌતમ પરીખ ને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા અને હોસ્પિટલના સ્ટાફની અને ઓપરેશન થિયેટર ની ટીમની સેવાની બિરદાવી હતી.