કચ્છને રૂ.પાંચ હજાર કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ભેટ આપતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ આપી હતી ત્યારે કચ્છના મહેમાન બનેલા પીએમ મોદીએ સરહદ ડેરીના પ્રકલ્પો ખુલ્લા મૂકાતા કહ્યું કે, આજે આ જ વિસ્તારમાં છેલ્લા ૨૦ વર્ષમાં દૂધ ઉત્પાદન ૩ ગણુ વધ્યું છે. સરહદ ડેરીમાં આજે દૈનિક ૫ લાખ લીટરથી વધુ દૂધ એકત્ર કરવામાં આવે છે અને ખેડૂતો વાર્ષિક ૮૦૦ કરોડની આવક તેમાંથી મેળવે છે. કચ્છમાં થયેલી ઉદ્યોગિક પ્રગતિની વાત કરતા પ્રધાનમંત્રીશ્રીએ કચ્છના સિમેન્ટ ઉત્પાદન પ્લાન્ટ, ખાવડાનો રિનયુએબલ એનર્જી પાર્ક, મુન્દ્રા અને કંડલા પોર્ટનું દેશના માલ પરિવહનમાં હિસ્સા વિશે સગૌરવ વાત કરી હતી. અંજારના ચંદ્રાણી ગામમાં સરહદ ડેરીના આજે લોકાર્પિત થયેલા નવા આધુનિક પ્લાન્ટમાં દૂધમાંથી વિવિધ ઉત્પાદનો બનાવી શકાશે, જેના પરિણામે કચ્છનાં ખેડૂતોની આવકમાં મોટો વધારો થશે. કુલ ૨૬ એકરમાં બનેલા આ પ્લાન્ટનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થયું હતું. કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. દ્વારા સંચાલિત પ્લાન્ટની વર્તમાન દૈનિક રૂ. ૨ લાખ લીટરની કેપેસિટી છે, જે વિસ્તરીને દૈનિક ૪ થી ૬ લાખ લીટર સુધી થઈ શકશે. સોલાર પાવરથી સંચાલિત પ્લાન્ટની ક્ષમતા વધતા વધુ ૨ લાખ લીટર દૂધ તથા તેની બનાવટને અમુલ બ્રાન્ડ હેઠળ કચ્છ તથા નજીકના જિલ્લામાં વેંચાણ અર્થે મુકી શકાશે. કાચા દૂધના વેચાણની સામે વેલ્યૂ એડિશન કરી દૂધ અને દૂધની બનાવટો જેમ કે, દહીં, છાશ, પનીર, માવો, પેંડા, ઘી વગેરે તૈયાર થશે. લ સીધી અને આડકતરી રીતે ૧૦૦૦થી વધારે લોકોને રોજગારી ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં બચત તથા તેનો સીધો ફાયદો પશુપાલકોને થશે. તેઓ જણાવે છે કે, આજે સરહદ ડેરી થકી કચ્છમાં ૧૨૫ મહિલા મંડળી તથા ૧૦૦૦૦ મહિલા પશુપાલક સભાસદ આજે આત્મનિર્ભર બન્યા છે.