દુનિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિ જેફ બેઝોસ મંગળવારે સ્પેશ મિશન પર જનાર છે. આ સાથે જ તેઓ અંતરિક્ષની સફર કરનારા બીજા ઉદ્યોગપતિ બનશે. આ પહેલા ઉદ્યોપગપતિ રિચર્ડ તેની ટીમ સાથે 12 દિવસ પહેલા જ અંતરિક્ષનો પ્રવાસ કરી ચુક્યા છે. બેઝોસ અંતરિક્ષમાં સૌથી પહેલા સફર કરીને રેકોર્ડ કરવા માંગતા હતા. પરંતુ તે પહેલાં રિચર્ડે અંતિરક્ષની સફર ખેડી ઈતિહાસ રચી દીધો હતો. આમ છતાં બેઝોસે તેની યોજના પડતી મુકી ન હતી. હવે તેઓ મંગળવારે પોતાના ભાઈ માર્ક બેઝોસ સાથે અંતરિક્ષની સફરે ઉપડશે. બેઝોસ આ વખતે સૌથી વૃદ્ધ અને સૌથી યુવા એસ્ટ્રોનોટને પણ સાથે લઈ જવાના છે. મિશન પહેલા બેઝોસે પોતાના સાથીઓને કોઈપણ ચિંતા ન કરવા સલાહ આપી છે. બેઝોસ પોતે એમેઝોનના માલિક છે. તેમણે જાહેરાત કરી છે કે તેની સાથે ફંક પણ મનુષ્યોને લઈ જતી Blue Origin ની પ્રથમ સ્પેસફ્લાઇટમાં જશે. 20 જુલાઈએ જનારી આ ફ્લાઇટ પર બેઝોસના ભાઈ માર્ક અને અન્ય એક વ્યક્તિને સામેલ કરવામાં આવ્યો છે.
બેઝોસ અને સાથી યાત્રીઓ અંતરિક્ષમાં ઉપર ગયા બાદ ત્યાં 11 મિનિટ રહેશે. મીડિયાના અહેવાલોમાં નોંધવામાં આવ્યું છે કે, બેઝોસની આ ઉડાન ધરતીથી આશરે 100 કિમી ઉંચાઈ સુધીની હશે. આ માટે ન્યૂ શેફર્ડ રોકેટ સબઓર્બિટલ ફ્લાઇટને તૈયાર કરાયું છે. આ ફલાઈટ ધ્વનિની ગતિ કરતા પણ ત્રણ ઘણી ઝડપે અંતરિક્ષ તરફ જશે. આ ફલાઈટમાં ઈંધણ પુરુ નહીં થાય ત્યાં સુધી તે સીધે સીધુ જ અંતરિક્ષમાં જશે. તેઓની કેપ્સૂલ સૌથી વધુ ઉંચાઈ પર પહોંચ્યા બાદ રોકેટથી અલગ થઈ જશે. થોડા સમય સુધી અંતરિક્ષમાં સફર કર્યા બાદ સ્પેસ કેપ્સૂલ બેઝોસને લઈને ધરતી તરફ રવાના થશે. ન્યૂ શેફર્ડ રોકેટની ગતિને ધીમી પાડવા તેની સાથે પેરાશૂટ પણ મુકાયું છે. અલગથી ઉડી રહેલું રોકેટ પોતાના એન્જિનને ફરી શરૂ કરશે અને પોતાના કમ્પ્યૂટરની મદદથી યોગ્ય જગ્યાએ ઉતરાણ કરશે.