ભારતીય શટલર પીવી સિંધુ હાલ ટોક્યો ઓલમ્પિકમાં ભાગ લઈને ઉજળો દેખાવ કરી રહી છે. જેને કારણે ભારતને પદક મળવાની આશા જાગી છે. રવિવારે પોતાના મુકાબલામાં સિંધુએ સરળતાથી 21-7, 21-10 પોઈન્ટ કરીને ઇઝરાયલની સેનિયા પોલિકાર પોવાને હરાવી હતી. સિંધુએ ટોક્યો ઓલમ્પિક માટે સરળતાથી ક્વોલિફાઇ કરી લીધી છે. ગ્રુપ-જેના બીજા મુકાબલામાં સિંધુએ હોંગકોંગની ચ્યુંગ એનગાન યીને સરળતાથી 21-9, 21-16થી પછડાટ આપી છે. જયારે મહિલા સિંગલ્સમાં ભારતની પી.વી સિંધુએ 36 મિનિટમાં આ મુકાબલો પોતાની તરફેણમાં કરી લીધો હતો. વર્લ્ડ નંબર 7 સિંધુએ ચ્યુંગ એનગાન યી સામે પોતાનો રેકોર્ડ 6-0 કરી લીધો છે. આ પહેલાં પાંચ મુકાબલામાં પણ સિંધુએ એનગાય યી સામે વિજય મેળવ્યો હતો.
પોતાની બીજી ઓલમ્પિક રમત રમી રહેલી સિંધુને મહિલા સિંગલમાં છઠ્ઠું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમને ગ્રુપ ‘જે’માં રાખવામાં આવી હતી. પ્રથમ ગેમમાં ફક્ત 15 મિનિટમાં સિંધુએ જીત મેળવી હતી. જયારે બીજી ગેમમાં સિંધુએ ચાર પોઇન્ટની સરસાઈ મેળવી હતી. જો કે, તે પછી એનગાન યીએ શાનદાર વાપસી કરી હતી. જેમાં તે 11-10થી આગળ રહી હતી. સિંધુએ પણ વચગાળા બાદ 13-12ની બઢત સાથે વાપસી કરી હતી. સિંધુએ તે પછી પણ સતત પાંચ પોઇન્ટની સરસાઈ મેળવીને 19-14નો સ્કોર કર્યો હતો. હવે સિંધુ થકી જ ભારતને એક પદકની આશા બંધાઈ છે.