આવતીકાલે પાટણમાં ‘વિશ્વાસ થી વિકાસયાત્રા’ ઝૂંબેશ અંતર્ગત અનેક વિકાસલક્ષી કાર્યોનું થશે લોકાર્પણ/ખાતમુહૂર્ત રાજ્યકક્ષાના મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે 88 કરોડના 73 કામોનું થશે લોકાર્પણ/ખાતમુહૂર્ત પાટણવાસીઓને મળશે દિવાળીની ભેટઃ નવજીવન બ્રિજનું થશે લોકાર્પણ રાજ્યના દરેક નાગરિકોનુ જીવન સર્વોત્તમ બને અને તેનો લાભ છેવાડાના નાગરિકોને મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ હકારાત્મક અભિગમને પ્રજા સુધી લઈ જવા રાજ્યમાં તાલુકા તેમજ જીલ્લા કક્ષાએ વિશ્વાસ થી વિકાસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઝૂંબેશ અંતર્ગત વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે. આવતીકાલે પાટણના એ.પી.એમ.સી હોલ ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે વિશ્વાસ થી વિકાસયાત્રા અંતર્ગત કુલ 88 કરોડના 73 કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જીન બન્યુ છે. આજે દરેક ક્ષેત્રમાં ગુજરાત વિકાસ કરી રહ્યુ છે. રોડ-રસ્તા, પાણી, વિજળી, સ્વાસ્થ્ય, કૃષિ ક્ષેત્ર કે ઔધોગિક ક્ષેત્ર આજે ગુજરાત વિકાસના પંથે આગળ વધી રહ્યુ છે. રાજ્યના છેવાડાના માનવી સુધી તમામ પાયાની જરૂરિયાતો પહોંચી રહે તે માટે સરકાર કટ્ટીબદ્ધ છે તેથી જ આ તમામ વિકાસને લોકો સુધી પહોંચાડવા માટે રાજ્ય સરકાર દ્વારા વિશ્વાસ થી વિકાસયાત્રાની ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે.
આ ઝૂંબેશ અંતર્ગત વિવિધ જિલ્લા-તાલુકામાં અનેક કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આવતીકાલે માનનીય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા પાટણ આવશે અને કુલ 88 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગરથી વર્ચ્યુઅલી જોડાશે. પાટણવાસીઓને દિવાળીની ભેટ પાટણવાસીઓ માટે દિવાળી નિમિતે ખુશીના સમાચાર છે. આવતીકાલે પાટણવાસીઓને રાજ્ય સરકાર દ્વારા દિવાળીની ભેટ પણ મળવા જઈ રહી છે. શહેરના ડીસા-ચાણસ્મા હાઈવે રોડ પર રિલાયન્સ પેટ્રોલ પંપથી નવા ગંજ તરફ જવાના માર્ગ પર બનાવવામાં આવેલ જે નવજીવન ઓવરબ્રિજના લોકાર્પણની શહેરીજનો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે આવતીકાલે મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે. 27 કરોડના ખર્ચે તૈયાર થયેલ ચાર માર્ગીય બ્રિજના લોકાર્પણ બાદ વાહનચાલકો માટે આ બ્રિજ ખુલ્લો મુકવામાં આવશે જેથી લોકોને ટ્રાફિક સમસ્યાથી રાહત મળી જશે. આ બ્રિજ 700 મીટર લાંબો અને 15 મીટર પહોળો બનાવવામાં આવ્યો છે.