દેશ અને દુનિયામાં આરોગ્ય સાથે આકર્ષક શરીર દેખાવાની હોડ જામી છે. આ માટે દરરોજ લાખો લોકો જીમ, વ્યાયામ કસરતો પાછળ કલાકો ખર્ચી રહ્યા છે. જો કે, કેટલાક લોકો આ માટે દવાનો પણ સહારો લઈ રહ્યા છે. રશિયામાં બનેલી એક ઘટનામાં આકર્ષક બોડી અને બાઈસેપ્સ દેખાવા માટે ઈન્જેકશન લેવા જતાં એક યુવાન મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. રશિયાના આ યુવાનનું નામ કીરીલ ટેરેસીન છે. તે ઘણાં સમયથી તેને બોડી બનાવવા માટે કવાયત કરી રહ્યો હતો. આ માટે તેણે ખાસ પ્રકારના ઇન્જેક્શન લેવાનો નિર્ણય થોડા મહિના પહેલા જ કર્યો હતો. જો કે, આ ઈન્જેકશથી તે પોતાના બાઇસેપ્સને આકર્ષક અને વધુ સૃદર્ઢ બનાવવા માંગતો હતો. પરંતુ ઈન્જેકશ લીધા બાદ તે યુવાન ભેરવાઈ પડ્યો હતો. આજે સ્થિતિ એ છે કે, હવે ઈન્જેકશનથી થયેલી આડઅશરને કારણે તેણે સારવાર લેવી પડી રહી છે.
તેનું શરીર પણ કદરુપુ દેખાવા માંડ્યું છે. 24 વર્ષના કીરીલે પોતાના બાઇસેપ્સ વધારવા માટે તેમાં પેટ્રોલિયમ જેલી નાંખી હતી. જે બાદ ઇન્જેક્શન દ્વારા તેને પોતાના શરીરમાં દાખલ કરાવી હતી. જો કે, તે પછી તેના બંને બાઇસેપ્સ સુજાઈ ગયા હતા. આ સાથે જ તે હવે ખૂબ મોટા દેખાવા માંડ્યો છે. ઉપરાંત તેના શરીરમાં ખાસ કોઈ મજબૂતી દેખાઈ રહી નથી. સૌથી મોટી સમસ્યા એ છે કે હવે તેના મસલ્સ ડેડ થઈ ગયા છે.
ઈન્જેકશનની સાઇડ ઇફેક્ટ્સને કારણે તેની ઇમ્યુન સિસ્ટમને માઠી અસર પહોંચી છે. કિરિલ કહે છે કે, બોડી અને બાઈસેપ્સ માટે લીધેલું એક ઈન્જેકશન સઘળી સમસ્યાનુ કારણ છે. આ બધું ફક્ત તેની ભૂલને કારણે થયું છે. 20 વર્ષની ઉંમર હતી ત્યારથી જ તેણે ભૂલ કરવાનું શરૃ કર્યું હતુ. ડૉક્ટર્સે તેને આવું ન કરવા ચેતવ્યો હતો. તેમ છતાં તે તબીબોની સલાગ અવગણતો રહ્યો હતો. આખરે મુશ્કેલીમાં મુકાતા તેણે સર્જરી કરાવી છે. ડૉક્ટરે એ ડેડ મસલ્સ કાઢવા પડ્યા છે. તેમણે કહ્યું કે આ સર્જરી તેમની લાઇફની સૌથી પીડાદાયક સર્જરી રહી છે. હવે તે પોતાનો હાથ પણ હલાવી શકતો નથી. આમ Kirillની ખોટી ઘેલછાએ તેને મુશ્કેલીમાં મુકી દીધો છે. દુનિયામાં આ પ્રકારે શરીરને આકર્ષક બનાવવા માંગતા યુવાનો માટે આ ચેતવણીરૃપ કિસ્સો છે.