સ્પાઈસજેટ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 25 જુલાઈના રોજ સ્પાઈસ જેટના ક્યૂ-400 એરક્રાફ્ટને જાળવણી હેઠળના એન્જિન ગ્રાઉન્ડ રન દરમિયાન આગનો બનાવ બન્યો હતો. આ પછી એરક્રાફ્ટમાં લગાવેલા અગ્નિશામક યંત્રની મદદથી આગને કાબુમાં લેવામાં આવી હતી.
દિલ્હી એરપોર્ટ પર મંગળવારે સ્પાઈસ જેટના એક વિમાનમાં આગ લાગી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે એન્જિનના મેન્ટેનન્સ દરમિયાન આ અકસ્માત થયો હતો. રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
સ્પાઈસજેટ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 25 જુલાઈના રોજ સ્પાઈસ જેટના ક્યૂ-400 એરક્રાફ્ટને જાળવણી હેઠળના એન્જિન ગ્રાઉન્ડ રન દરમિયાન આગની ચેતવણીનો અનુભવ થયો હતો. આ પછી એરક્રાફ્ટમાં લગાવેલા અગ્નિશામક યંત્રની મદદથી આગને કાબુમાં લેવામાં આવી હતી. અગમચેતીના ભાગરૂપે ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. વિમાન અને જાળવણી કર્મચારીઓ સુરક્ષિત છે. તે જ સમયે, પોલીસના જણાવ્યા અનુસાર, સમારકામ હેઠળના વિમાનના એસીમાં આગ ફાટી નીકળી હતી.