એમેઝોનના માલિક જેફ બેજોસે તેની ગર્લફ્રેન્ડના ભાઈ પાસેથી 12.3 કરોડની માંગણી કર્યાના અહેવાલોથી ચકચાર મચી ગઈ છે. આ રકમ બેજોસે વળતર પેટે માંગી હોવાનું જાણવા મળ્યું છે. મળતી વિગતો મુજબ જેફ બેજોસની ગર્લફ્રેન્ડ લોરેન સેન્ચેજના ભાઈ માઈકલ સેન્ચેજે બેજોસ સામે ભૂતકાળમાં માનહાનિ થવાનો આરોપ મુકી કોર્ટમાં કેસ કર્યો હતો. જે અંગે કાનૂની પ્રક્રિયા બાદ માઈકલને આ કેસમાં પછડાટ મળી હતી. કોર્ટના ચુકાદા બાદ બેજોસો વળતી કાર્યવાહીનો નિર્ણય લઈને માઈકલ પાસે નાણાની માંગણી કરી છે. જેફ બેજોસે માઈકલ પર શાબ્દિક પ્રહારો કરતા જણાવ્યું હતુ કે, માઈકલે કોર્ટમાં તેની સામે કેસ કર્યો હતો. તેથી બેજોસે પણ લીગલ કાર્યવાહી કરવી પડી હતી. જેમાં વકીલને રોકવા ઉપરાંત દસ્તાવેજો માટે ખર્ચ થયો હતો.
આ વિવાદની શરૂઆત 2019માં થઈ હતી. તે સમયે લોરેન અને બેજોસ અપરિણીત હતા. પરંતુ બંનેના અફેરની જાણકારી અને એક મેગેઝીનને થઈ જતા કેટલાક ફોટો પ્રસિદ્ધ થયા હતા. મેગેઝીનમાં રિપોર્ટ છપાતા જ બેજોસ મુશ્કેલીમાં મુકાયો હતો. જે બાદ તેણે પત્ની મેકેન્ઝીને છુટાછેડા આપવાનો નિર્ણય લઈ લીધો હતો. તે વિશે તેણે જાહેરાત પણ કરી હતી. આ ઘટના બાદ માઈકલ સેન્ચેજ સામે આરોપ મુક્યો હતો કે, બેજોસના નેકેડ ફોટાઓ તેણે મેગેઝીનમાં લીક કરાવ્યા હતા. બેજોસના આરોપને કારણે તેમની માનહાનિ થઈ છે. જોકે સબૂત નહીં હોવાને કારણે જજે આ કેસને કાઢી નાંખ્યો હતો. બેજોસે કોર્ટમાં કહ્યું હતું કે, તેણે ક્યારેય પણ માઈકલ પર ફોટો લીક કરવા વિશેનો આક્ષેપ મુક્યો નથી. દરમિયાન બેજોસે મીડિયા સમક્ષ કહ્યું હતું કે માઈકલ સેન્ચેજે પોતાની બહેન અને તેની સાથે દગો કર્યો છે. બેજોસે આરોપ લગાવ્યો છે કે, માઈકલે આશરે 14 લાખ રૂપિયામાં પર્સનલ વાતો ટેબ્લોઈડને વેચી દીધી હતી. જ્યારે માઈકલ સેન્ચેજના વકીલ ટોમ વારેનનું કહેવું છે કે અરબપતિ જેફ બેજોસ તરફથી લીગલ ફી ચૂકવવા માટે કરાયેલી માગણી યોગ્ય નથી.