ગુજરાતમાં કોરોના કાળથી જ ઘર કંકાસનાં કિસ્સા વધ્યા છે. ખુદ પોલીસ ચોપડે પણ આ અંગે વધુ નોંધ થઈ છે. લોકડાઉનમાં તો આ કિસ્સા હતા જ પરંતુ તે પછી પણ ઘર કંકાસની ઘટના ઓછી થતી નથી. અમદાવાદમાં એક મહિલાએ તેના પતિ અને સાસરીયાઓ સામે પોલીસ સ્ટેશનમાં અનેક આરોપો સાથે ફરિયાદ નોંધાવી હતી. પરિણીતાએ પોલીસને કરેલી ફરિયાદમાં લખ્યું હતુ કે, સાસરીયાઓ તેને શારીરિક અને માનસિક ત્રાસ આપી રહ્યા છે. માસિક હોવા છતાં તેનો પતિ તેને શારીરિક સંબંધ બાંધવા અને મુખ મૈથુન કરાવવા દબાણ કરતો હતો. વર્ષ 2010માં તે ગર્ભવતી હતી. ત્યારે ડૉક્ટર દ્વારા મહિલાના પેટમાં ટ્વીન્સ બાળકો હોવાનું જણાવ્યું હતુ. સાથે જ ડોકટરે શારિરીક સંબંધ બાંધતી વખતે પરિણીતાને સાવચેતી રાખવા અને આરામ કરવા તાકીદ કરી હતી. જો કે, આમ છતાં ગર્ભવતી અવસ્થામાં પતિએ મહિલાને શારીરિક સંબંધ માટે દબાણ ચાલુ રાખ્યું હતુ.
પત્નીએ આ માટે ઈન્કાર કરતા ગુસ્સે ભરાયેલા પતિએ તેને મોબાઈલ માર્યો હતો. ફરિયાદમાં એવો આરોપ પણ મુકાયો છે કે, પ્રેગનેન્ટ હોવાથી સાતમાં મહીને માતા-પિતા ડીલીવરી કરવા માટે તેને ઘરે લઈ ગયા હતા. ત્યારબાદ તેણીએ દીકરા અને દીકરીને જન્મ આપ્યો હતો. બાળકોના જન્મ પછી મહિલાના પતિએ ન્યાયતંત્રની ઉચ્ચ હોદ્દાની પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ પતિએ બાળકના જન્મ બાદ મહિલા સાથે સંબંધ બાંધવાની માંગણી કરી પરંતુ ઓપરેશન થયું હોવાથી મહિલાએ ના પાડી હતી. તેથી પતિએ ઝઘડો કર્યો હતો. જો તે પતિની કોઈ વાત ન માને તો પતિ મનમાની કરતો હતો અને પોતાના હાથ દીવાલમાં અને ટેબલ-ખુરશી સાથે પછાડતો હતો. ડીલીવરીના અઢી મહિના પછી મહિલાએ જ્યારે બંને બાળકો સાથે સાસરે આવવાની ઈચ્છા વ્યક્ત કરી તે સમયે સાસુએ બે બાળકોને સાચવી શક્તી હોય તો જ આવજે, કારણ કે, અમે બધા નોકરી પર જતા રહીશું તેમ કહ્યું હતુ. આ બાબતે પતિએ તેની સાથે ઝઘડો કર્યો હતો.