ભારતમાં સોશિયલ મીડિયાનુ વળગણ હવે એક મોટી સમસ્યા બનવા તરફ જઈ રહ્યું છે. છેલ્લાં દાયકામાં ભારતમાં એનરોઈડ ફોનના આગમન અને ઓછી કિંમતે ઈન્ટરનેટની સુવિધા મળતાં નાના ગામો સુધી સોશિયલ મીડિયાનો દબદબો જોવા મળી રહ્યો છે. ભારતમાં આજે 1.75 કરોડ લોકો ટ્વિટરનો ઉપયોગ કરે છે. જયારે ફેસબુક યૂઝર્સની સંખ્યા 41 કરોડને આંબી ગઈ છે.
હવે તમને જાણીને આશ્ચર્ય થશે કે, સોશિયલ મીડિયા યુઝર્સમાં મહિલાઓની ભાગીદારી પણ નોંધપાત્ર છે. મહિલાઓ હવે સોશિયલ મીડિયામાં પોતાના મિત્રો બનાવે છે તેમની સાથે મંતવ્યો અને વાતો પણ શેર કરે છે. દરમિયાન ટ્વિટરે હાથ ધરેલા સર્વેમાં ભારતીય મહિલાઓની ખાસ નોંધ લેવાઈ હતી.
સરવેમાં મહિલાઓના ટ્વીટ્સ અને મુદ્દા વિશે અભ્યાસ કરાયો છે. જેમાં 700 મહિલાઓએ પોતાના મંતવ્યો સરવે કરનાર ટિવટરને જણાવ્યા હતા. દેશના 19 શહેરોમાં વસતી મહિલાઓના ટ્વિટનો અભ્યાસ 9 કેટેગરીમાં કરાયો હતો. આ પૈકી 5,22,992 ટ્વીટ્સને ચકાસવામાં આવ્યા હતા. સેલિબ્રિટી મોમેન્ટથી સંબંધિત ટ્વીટ્સને વધુ લાઈક્સ અને રિપ્લાઈ મળે છે.
માત્ર 11.7 ટકા મહિલાઓ જ એક બીજા સાથે કનેક્ટ થવા આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. આ મહિલાઓના એકાઉન્ટના સૌથી વધુ ટ્વીટ #WomenInScience, #WomenInTech, #WomenInMarketing અને #GirlGamersની સાથે થયા છે.
સરવેમાં જાન્યુઆરી 2019થી ફેબ્રુઆરી 2020 વચ્ચે મહિલાઓની ટ્વિટ્સનો વિગતે અભ્યાસ કરાયો હતો. સર્વેમાં બહાર આવ્યું છે કે, ભારતની મોટાભાગની મહિલાઓ તેમના પેશન વિશે સૌથી વધારે ચર્ચા આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરે છે. 24.9 ટકા મહિલાઓએ ફેશન, બુક્સ, બ્યુટી, મનોરંજન અને ફૂડ વિશેની ચર્ચા કરી છે. જયારે કરંટ અફેરને લઈને 20.8 ટકા, સેલિબ્રિટી મુમેન્ટ વિશે 14.5 ટકા, સમાજ વિશે 11.7 ટકા અને સામાજિક પરિવર્તન વિશે 8.7 ટકા મહિલાઓ દ્વારા તેમના મંતવ્યો રજૂ કરાયા છે. સર્વે પ્રમાણે સેલિબ્રિટીઝથી સંબંધિત ટ્વીટ સૌથી વધુ ચેન્નાઈમાંથી હોય છે. આ ઉપરાંત સમાજ, સામાજિક પરિવર્તન વગેરેને લઈને બેગ્લુરુ સૌથી વધુ, ગુવહાટીમાંથી પેશન અને કરંન્ટ અફેરને લઈને સૌથી વધુ ટ્વીટ થાય છે. સર્વે પ્રમાણે 20.8 ટકા મહિલાઓ ટ્વિટર પર દેશ-દુનિયાના સમાચારો જાણ લોગઈન થાય છે. આ મામલે દિલ્હી અને ગુવહાટી ટોપ પર છે.