માનવ શરીરમાં કમરનો દુખાવો સામાન્ય બાબત છે. પરંતુ તેની પીડા અનેકવાર અસહ્ય બનતી હોય છે. અત્યાર સુધી પેઈનકીલર દવા કે મલમ લગાડવા જેવા સામાન્ય ઉપાય જ તે માટે કરી શકાયા છે. કામના સ્થળે કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહેવાને કારણે પણ આ સમસ્યા સ્જાય છે. કમરમાં દુખાવો, માંસપેશીઓમાં દર્દ, ગરદનમાં સોજો થવો વગેરે સમસ્યા જે લોકો ડેસ્ક વર્ક કરે છે તેને નડે છે. આ સમસ્યાની અવગણના કરવી યોગ્ય નથી. આવી સમસ્યાને સમયે સમયે દૂર કરવી જોઈએ. નહિંતર લાંબે ગાળે નુકસાન થઈ શકે છે.
કેટલાક લોકો તો માત્ર પેઈન કિલર દવાને જ તેનો ઉપાય માને છે. દવાઓ લેવાથી દર્દ તો દૂર થાય છે. પરંતુ લાંબા ગાળે આ દવા શરીરને અશર કરી શકે છે. કારણ કે અનેક દવાની આડઅસરના કિસ્સા બહાર આવતા રહ્યા છે.
આવા સંજોગોમાં તમને જો કોઇ સારા અને સાઇડ ઇફેક્ટ વગરના ઉપચારની જરૂર હોય તો બે આસન તમને ઉપયોગ નિવડે તેમ છે. જેમાં હસ્તોતાન આસન કમરના દર્દને દૂર કરી માણસને તનાવથી પણ રાહત અપાવે છે. આ આસન કરવું કોઇ પણ માટે સરળ છે. વળી, આ આસનની કોઈ આડઅશર થઈ હોય તેવા કિસ્સા પણ નથી. કમર અને ગરદનના દુખાવાને દૂર કરવા માટે આ આસન ચોક્કસ જ લાભદાયી નિવડે તેમ છે. હસ્તોતાન આસન કોઈ પણ જગ્યાએ કરી શકાય છે. આ આસન કરવા માટે કોઈ સમય પણ નિશ્ચિત નથી. સૌપ્રથમ તમારે સીધા અને ટટ્ટાર ઉભા રહેવાનું હોય છે. ત્યારબાદ તમારા બંને હાથોને ઉપર આકાશની તરફ ઉઠાવો. જે બાદ તમારા હાથની હથેળીઓ ભેગી કરવી, સાથે જ તમારા પગની પેનીઓ વડે તમારા હાથ વધારે ઉંચે લઈ જવાનો પ્રયાસ કરવો.
આ આસન કરતી વખતે તમારે શક્ય હોય ત્યાં સુધી હાથને ઉંચે લઈ જવાના છે. ત્યારબાદ પેનીઓને ફ્રી જમીન પર મૂકી દો. પછી બંને હાથથી દાબી બાજુ સ્ટ્રેચ કરો અને પછી આવી જ રીતે જમણી બાજુ પણ સ્ટ્રેચ કરો. ત્રણ કલાકના સમયાંતરે આ આસન દિવસમાં ત્રણ-ચાર વાર કરવું તમારા માટે લાભદાયી નિવડશે. શરૂઆતમાં આ આસન થોડા ઓછા સમય કરવું જરૃરી છે. આ આસન કરવાથી તમારા શરીરના નીચેના ભાગમાં હલનચલનની ક્ષમતા વધે છે. અન્ય એક યોગ રિફ્રેશ યોગ છે. ઓફ્સિમાં કરી શકાય તેવો આ યોગઆસન પ્રણાયમનો જ પ્રકાર છે. કમર અને ગરદનને ડાબી તથા જમણી બાજુ ફેરવવી. આ જ રીતે હાથ-પગની આંગળીઓની કસરત પણ કરવી. કાનને બંને તરફ મરડવું અને મોઢુંને બે ત્રણ વાર આખું ખોલ બંધ કરવું. દિવસમાં બેથી ત્રણ વખત આ પ્રકારે યોગ કરવો, તેથી તમારા શરીરનો સ્ટ્રેસ દૂર થશે.