બેંગ્લોરમાં બે ઈન્ડિગો ફ્લાઈટ્સ જમીનથી 3000 હજાર ફૂટની ઊંચાઈએ અથડાતા બચી ગઈ હતી. આ દરમિયાન બંને ફ્લાઇટમાં 400થી વધુ મુસાફરો હાજર હતા. આ ઘટના 7મી જાન્યુઆરીએ બની હતી. બેંગ્લોર એરપોર્ટ પરથી ટેકઓફ થયાના થોડા સમય બાદ આ ખતરનાક સ્થિતિ બની ગઈ હતી. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે આ વાતનો ખુલાસો કર્યો છે. ડીજીસીએ ચીફ અરુણ કુમારે કહ્યું કે આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
ડીજીસીએના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના કોઈ લોગબુકમાં નોંધવામાં આવી નથી અને ન તો એરપોર્ટ ઓથોરિટીને આ બાબતની જાણ કરવામાં આવી હતી.
ડીજીસીએના વડા અરુણ કુમારે જણાવ્યું હતું કે બેંગ્લોર એરપોર્ટથી ઇન્ડિગોની ફ્લાઇટ 6E 455 એ કોલકાતા અને 6E 246 ભુવનેશ્વર માટે ઉડાન ભરી હતી. રાહતની વાત એ છે કે આ ખામી રડાર કંટ્રોલર દ્વારા શોધી કાઢવામાં આવી હતી અને એલર્ટ કરતી વખતે બંને એરક્રાફ્ટના પાયલટોને તેની જાણ કરવામાં આવી હતી. જેના કારણે આ દુર્ઘટના ટળી હતી અને ફ્લાઈટમાં હાજર પેસેન્જર અને સ્ટાફને કોઈ નુકસાન થયું ન હતું.
DGCAએ આ મામલે ક્ષતિ શોધવા માટે તપાસના આદેશ આપ્યા છે. અરુણ કુમારે કહ્યું કે આ બેદરકારી માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ડીજીસીએના અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે ઉત્તર રનવેનો ઉપયોગ એરક્રાફ્ટના પ્રસ્થાન માટે કરવામાં આવી રહ્યો હતો અને તે દિવસે બેંગલુરુ એરપોર્ટ પર આગમન માટે દક્ષિણ રનવેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. પરંતુ બાદમાં શિફ્ટ ઈન્ચાર્જે દક્ષિણ રનવે બંધ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ દક્ષિણ ટાવરના એર ટ્રાફિક કંટ્રોલરને જાણ કરવામાં આવી ન હતી.