ભારતમા એનરોઈડ મોબાઈલ ફોનનો ઉપયોગ છેલ્લાં એક દાયકામાં મોટાપ્રમાણમાં વધ્યો છે. તેથી મોબાઈલ ફોન ઉત્પાદ કંપની ભારતના બજાર પર ખાસ નજર રાખી રહી છે. હાલમાં Samsung કંપનીએ તેના Galaxy A52 અને Galaxy S72 મોડેલને ભારતમાં વેચાણ માટે બજારમાં ઉપલબ્ધ કરી દીધું છે. આ બંને સ્માર્ટફોનનું ગ્લોબલ લોન્ચિંગ ગત અઠવાડિયે થયું હતું. આ વેળા Samsung Galaxy A 52 અને Galaxy A 72ની સાથે Samsung Galaxy A 52 5Gનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતુ. જોકે 5જી મોડલ ભારતમાં હજી કામ કરશે નહીં.Galaxy A 52 અને Samsung Galaxy A 72 બંનેમાં 90HZ ડિસપ્લે અને સ્ટીરિયો સ્પીકર્સ જેવા ફીચર્સ ઉપલબ્ધ કરાયા છે. ભારતમાં Samsung Galaxy A 52ના 6 GB +128 GB વેરિયન્ટની કિંમત 26499 રૂપિયા અને 8 GB+128 GB વેરિયન્ટની કિંમત 27999 રૂપિયા છે. જ્યારે Samsung Galaxy A72ના 8GB+128GB વેરિયન્ટની કિંમત 34999 રૂપિયા રાખવામાં આવી છે. 8 GB + 256GB વેરિયન્ટ મોડલને ગ્રાહક 37999 રૂપિયામાં ખરીદી શકાશે.
ડ્યુઅલ સિમ સપોર્ટવાળો આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 11 બેસ્ડ One UI3.1 પર ચાલે છે અને તેમાં 90Hz રિફ્રેશ રેટ સાથે 6.5 ઈંચ ફૂલ HD+ સુપર AMOLED ઈન્ફિનીટી ઓ ડિસપ્લે છે. 8 GB સુધીની રેમ સાથે ઓક્ટા કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 720G પ્રોસેસર આ મોડલમાં છે. ફોટોગ્રાફી માટે આ ફોનના રિયરમાં ક્વોડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેનો પ્રાઈમરી કેમેરો 64 MPનો છે. આ સાથે જ 12 MPનો અલ્ટ્રા-વાઈડ એંગલ કેમેરો, 5 MP ડેપ્થ સેન્સર અને 5 MP મેક્રો કેમેરો મોડલમાં છે.
સેલ્ફી માટે 32 MPનો કેમેરો પણ આ મોડલમાં ખાસ ઉપલબ્ધ છે. ફોનમાં 4500mAhની બેટરી તથા ચાર્જિંગ માટે 25W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે. Samsung Galaxy A 72ના સ્પેશિફિકેશનમાં આ ફોન એન્ડ્રોઈડ 11 બેસ્ડ One UI 3.1 પર ચાલે છે અને તેમાં 90Hz રિMPનો અલ્ટ્રા-વાઈડ એંગલ, 5 MP મેક્રો કેમેરો અને 8 MPનો ટેલીફોટો લેન્સ આપ્યો છે. તેમાં સેલ્ફી માટે 32 MPનો કેમેરો છે. સ્માર્ટફોનમાં 5000mAhની બેટરી અને 25Wના ફાસ્ટ ચાર્જિંગ સાથે ફિંગરપ્રિન્ટ ડિસપ્લેની સુવિધા છે. બંને સ્માર્ટફોનને ઓસમ બ્લેક, ઓસમ બ્લૂ, ઓસમ વાયોલેટ અને ઓસમ વ્હાઈટ કલર ઓપ્શનમાં મળી શકશે. ગ્રાહકોને માટે આ ફોન ખરીદી માટે ખાસ ઓફર કરાઈ રહી છે. જેમાં Samsung Galaxy A 52 પર HDFC બેંક ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને EMI ટ્રાન્ઝેક્શન દ્વારા 2000 રૂપિયા સુધીનું કેશબેક અને Samsung Galaxy A72 પર 3000 રૂપિયા સુધીનું કેશબેક મળી શકે છે. આ સાથે જ ગ્રાહકોને નો-કોસ્ટ EMI ઓપ્શન પણ ઉપલબ્ધ હશે.