નાસા, આરબ અમીરાત અને ચીન દ્વારા મંગળ ગ્રહ તરફ રવાના કરાયેલા માર્સ પૈકી સયુંક્ત આરબ અમીરાતનું હોપ માર્સ મંગળ ગ્રહ પાસે પહોંચ્યું છે. ગત અઠવાડિયે જ ઈન્ટરપ્લેનેટરી અંતરિક્ષ યાન ‘હોપ’એ મંગળગ્રહની ભ્રમણ કક્ષામાં પ્રવેશ કર્યો હતો. જયારે ચીન અને નાસાના માર્સ તો મંગળ પર ઉતરાણ કરનાર છે. UAEએ પહેલીવાર અંતરિક્ષમાં મોકલેલુ યાન ત્યાં સુધી પહોંચી જતાં તેણે સિદ્ધિ હાંસલ કરી છે. કારણ કે, ભ્રમણ સુધીની કક્ષામાં પહોંચવા દરમિયાન પણ દુનિયાના કેટલાક દેશના મિશન નિષ્ફળ ગયા છે. યુએઈનું હોપ માર્સ મંગળવારે તો લાલ ગ્રહની તદન નજીક પહોંચી ગયું અને પહેલા પ્રયાસમાં જ સફળતાપુર્વક તેની કક્ષામાં પણ પ્રવેશ કરી લીધો હતો.
UAEના માર્સ હોપે ત્યાં પહોંચ્યા બાદ એક સિગ્નલ પણ મોકલ્યો હતો. તેનું માર્સ ઓર્બિટ મિશન હવે પૂરુ થઈ ગયું છે. આ લાખે જ મંગળની ભ્રમણ કક્ષામાં માર્સ પહોંચાડનાર દેશમાં તે સામેલ થયો છે. તેનો ક્રમ હાલ પાંચમો છે. UAE ઘણા સમયથી પેટ્રોલિયમના ક્ષેત્રથી આગળ વધવા માંગતુ હતુ. તેથી તેણે અંતરિક્ષમાં સિદ્ધિ મેળવવા કવાયત આદરી હતી. હોપ એ ત્રણ અંતરિક્ષયાનોમાંનુ એક છે જે મંગળ ગ્રહ સુધી પહોંચ્યું છે. ચીન અને અમેરિકાએ પણ ગયા વર્ષે જુલાઈમાં મંગળ માટે અંતરિક્ષયાન મોકલ્યા હતા. જુલાઈના સમયમાં પૃથ્વી અને મંગળ વચ્ચે સૌથી ઓછું અંતર રહે છે. મંગળવારે મંગળ ગ્રહની ભ્રમણ કક્ષામાં પહોંચેલા હોપે સૌર મંડળના સૌથી મોટા જ્વાળામુખીના ફોટા ક્લિક કરી મોકલ્યા હતા. સ્પેસ એજન્સીના સુત્રોના જણાવ્યા મુજબ સવારના અજવાળામાં ઓલંપસ માસ સ્પષ્ટ રીતે દેખાયો હતો. આ ફોટો યાન દ્વારા 24700 કિમીની ઊંચાઈએથી પાડવામાં આવ્યો હતો. મિશનનો હેતુ મંગળ ગ્રહ પરની સીઝનના રહસ્યો જાણવાનો છે.