અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધતો જાય છે. શહેરમાં માથાભારે તત્વોને જાણે કાયદોનો કોઇ ડર રહ્યો જ નથી. થોડા સમય પહેલાં ઘાટલોડિયાની સાસાયટીમાં ઉઘાડી તલવારો લઇને આતંક મચાવનાર અસામાજિક તત્વોને પોલીસે પાઠ ભણાવ્યો હતો છતાં શુક્રવારે અમરાઇવાડી વિસ્તારમાં પણ અસામાજિક તત્વોએ તલવારો અને લાકડી-દંડા તથા પાઈપો વડે તેમણે દુકાનો, વાહનોમાં તોડફોડ મચાવી હતી. આને લીધે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
આવી જ બીજી એક ઘટના અમદાવાદના નવા વાડજમાંથી સામે આવી છે. જેમાં જૂની અદાવતને ધ્યાનમાં રાખી અસામાજિક તત્વોએ સોસાયટીમાં રીતસરનો આતંક મચાવ્યો હતો. ટોળાએ વાહનોની તોડફોડ કરી હતી. જેના લોકો સ્થાનિકો પણ ફફડી ઉઠ્યા હતા. સોસાયટીમાં વસતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
18 ઓક્ટોબરે અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં યુપી-બિહાર જેવા આતંકના દ્વશ્યો જોવા મળતા લોકો પણ ચોંકી ઉઠ્યા હતા. એક મહિના જૂની અદાવતમાં કેટલાક ગુંડાતત્વોએ નવા વાડજની રામકોલોનીમાં ઘૂસી જઇને વાહનોના કાચ તોડી ભયનો માહોલ પેદા કરવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક રહીશો ડરી ગયા હતા અને ઘરના દરવાજા બંધ કરી દીધા હતા.