દિવાળીના રોજ મુહૂર્ત જોઈને દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજાનું મહાત્મ્ય રહ્યું છે. દિવાળીની રાતે જો દેવી માતાને પ્રસન્ન કરવા આરાધના કે ઉપાય કરાય તો ચોક્કસ જ ફળ મળે છે તેમ મનાય છે.
માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા શું ઉપાય કરશો
૧. દિવાળીના દિવસે માતા લક્ષ્મીની પૂજામાં પીળા કે સફેદ રંગની કોડીઓ લેવી. કોડીઓને પૂજામાં રાખવાથી માતાજી જલ્દીથી પ્રસન્ન થઈ જાય છે.
બીજા દિવસે અથવા કોઈ શુભ મુહૂર્તમાં તે કોડીએ તમારી પૈસા રાખવાની જગ્યાએ રાખવાથી ઘરમાં બરકત રહેતી હોવાની દ્રઢ માન્યતા પ્રવર્તે છે. લક્ષ્મીની પૂજામાં હળદરનો એક ગાંઠીયો રાખવો.
૨. લક્ષ્મીની પૂજા કર્યા પછી ઘરના દરેક રૂમમાં શંખ અને ઘંટ વગાડવો જોઈએ. આ પ્રક્રિયા ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે. તેથી માતા લક્ષ્મી ઘરમાં રહે છે.
૩. દિવાળીએ તેલનો દીવો પ્રગટાવી તેમાં લવિંગ નાખો અને તેની સાથે હનુમાનજીની આરતી કરવાથી સમસ્યાઓ હલ થાય છે. આ પ્રક્રિયા તમે ઘરે કે મંદિરે કરી શકો છો.
૪. ભગવાન શિવને ભક્તોથી જલ્દી ખુશ થઈ જાય છે. સુખ અને સમૃદ્ધિ માટે શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર અક્ષત ચડાવો. શિવલિંગ પર ચડાવવામાં આવતા ચોખા ખંડીત ન હોવા જોઇએ તેની તકેદારી રાખવી જરૂરી છે.