ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ ગઈકાલે ઉ.ગુ. બેચરાજીથી થયો ત્યારે આજે બીજેપી દ્વારા બીજા દિવસે પણ આ ગૌરવ યાત્રાનો પ્રારંભ થશે. ખુદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદથી 10.30 કલાકે ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ સંત શ્રી સવૈયાનાથ સમાધિ સ્થાનથી કરાવશે. ઉપરાંત અન્ય એક યાત્રા નવસારીથી પ્રારંભ થશે. ગઈ કાલે ઉ.ગુ.થી નીકળેલી યાત્રાનું કડી ખાતે સમાપન થયું. આ સમગ્ર યાત્રા અંદાજે કુલ 150 કિ.મી ફરી જેમાં 3 જાહેરસભા અને 2 સ્વાગતસભા તેમજ 3 સ્થળો પર યાત્રાનું સ્વાગત યોજવામાં આવ્યું હતું તેવી જ રીતે આ યાત્રા પણ વિવિધ વિસ્તારોમાં ફરશે અને તેમાં કેન્દ્રીય મંત્રીઓ પણ જોડાશે. ગુજરાત ગૌરવ યાત્રાની શરૂઆત ગઇકાલથી બીજેપી એ ઉત્તર ગુજરાત બેચરાજીથી કરી છે. ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ બીજેપીના પ્રચારને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે ગુજરાત ગૌરવ યાત્રા થકી બીજેપી દ્વારા 182 વિધાનસભાની બેઠકો પર પ્રચાર પણ કરવામાં આવશે. બીજેપીએ ગુજરાત ગૌરવ યાત્રા ઉપરાંત ડિજિટલ પ્રચાર પણ શરૂ કરી દીધો છે. તેમાં પણ બે દિવસ પહેલા જ ડિજિટલ યાત્રા શરૂ કરવામાં આવી છે આમ વિવિધ બેઠકો પર પ્રચાર અભિયાન બીજેપી દ્વારા છેડી દેવામાં આવ્યું છે. ત્યારે ગઈકાલે જેપી નડ્ડા દ્વારા ગુજરાત ગૌરવયાત્રાનો પ્રારંભ થયો હતો ત્યારે આજે અમિત શાહ ના હસ્તે ગુજરાત ગૌરવ યાત્રા અન્ય બે રિજનમાં શરૂ થશે.