ચીનમાં દંપતી વચ્ચેના ખટરાગ અંગે ચાલી રહેલા કેસમાં એક અદાલતે આરોપી વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. જેમાં તેની પૂર્વ પત્નીને 7700 ડોલર્સ એટલે કે પાંચ લાખ રૂપિયાની ચૂકવણી કરવા આદેશ કરાયો હતો. ચીનની બેઈજિંગ કોર્ટમાં દંપતી વચ્ચેના વિખવાદનો કેસ ચાલ્યો હતો. જેમાં કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળી હતી. આ મામલામાં ચુકાદો આપતા કોર્ટે કહ્યું હતુ કે, પાંચ વર્ષથી ઘરની સંભાળ રાખવા સાથે બાળકોની સંભાળ રાખતી મહિલાને ન્યાય મળવો આવશ્યક છે. આથી મહિલાને વળતર રૃપે નાણાની ચૂકવણી આરોપીએ કરવી જોઈએ. ચીનમાં આ પહેલો કેસ છે જેમાં ઘરના કામનું મહત્વ સમજાવવા આરોપીને તેની પૂર્વ પત્નીને જ વળતર આપવું પડશે. આ કિસ્સામાં પતિ ચેન અને મહિલા વોન્ગે વર્ષ 2015માં લગ્ન કર્યા હતા અને તેમને એક છોકરો છે. ચેને વર્ષ 2018માં વોન્ગથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો. તે આ પહેલા પણ છુટાછેડા માટે બે વાર કોર્ટમાં અરજી થઈ હતી. પરંતુ વોન્ગને ડિવોર્સ જોઈતા ન હતા.
જોકે બેઈજિંગના ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં વોન્ગે કહ્યું કે તેને 25 હજાર ડોલર્સ ચૂકવણી કરવામાં આવે. વોન્ગું કહેવું હતું કે આ રકમ તેને એટલા માટે ચૂકવવામાં આવે કારણ કે તેણે આટલા સમય સુધી ચેનના ઘરનું કામકાજ સંભાળ્યું હતું. અને બાળકોની પણ સંભાળ રાખી હતી. ચેનની માતા માટે મકાનની ખરીદી કરવા પણ તેણે પૈસા આપ્યા હતા. જ્યારે ચેની બીજી મહિલા સાથે રહેતો હતો. આ મામલામાં જજે નિર્ણય આપ્યો અને બંનેના છુટાછેડા થયા હતા. વોન્ગને તેના છોકરાની કસ્ટડી મળી છે અને તેને દર મહિને આ બાળકની સંભાળ માટે લગભગ સાડા 22 હજાર રૂપિયા મળશે. ઉપરાંત તેને ઘરનું કામકાજ સંભાળવા માટે સાડા પાંચ લાખ રૂપિયા પણ મળશે. ચીનમાં આ કેસની વિગતો અને અહેવાલો સોશિયલ મીડિયામા વાયરલ થઈ રહી છે. ચીન નેશનલ રેડિયો સાથેની વાતચીતમાં જજ ફેંગે કહ્યું હતુ કે, ઘરના કામકાજને કારણે તમે તમારી જાતને અન્ય ઘણા સ્તરે ઉત્તમ સાબિત કરી શકો છો. કોઈ પરિવારમાં એકસાથી ઘરના કામમાં વ્યસ્ત રહે તો તો બીજો સભ્ય તે સમયે પર્સનલ સ્કીલ્સ વધારવા માટે પ્રયાસો કરી શકે છે.